<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વડોદરાના ડેસરમાં ભારે વરસાદ: કરડ નદી પર આવેલો ધનતેજ અને સધાપુરા ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો

ગામને જોડતો મહત્વપૂર્ણ કોઝવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાતા બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. ભારે વરસાદના કારણે કરડ નદી પર આવેલો અને ધનતેજ તથા સધાપુરા ગામને જોડતો મહત્વપૂર્ણ કોઝવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. પરિણામે બંને ગામો વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કરડ નદી પરના ડાઇવર્ઝન નજીક આવેલો આ કોઝવે વરસાદી પાણીના જોરદાર પ્રવાહ સામે ટકી શક્યો નહીં અને તેનો મોટો ભાગ ધોવાઈ ગયો. સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સમગ્ર માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

માર્ગ બંધ થતાં સ્થાનિક લોકોના દૈનિક જીવન પર સીધી અસર પડી છે. વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે ખેડૂતોને ખેતરો સુધી જવા માટે લાંબા અંતરના વૈકલ્પિક માર્ગો અપનાવવાની ફરજ પડી રહી છે. રોજગાર માટે આવનજાવન કરતા નોકરીયાત વર્ગને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(1:51 PM IST)