તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ ખાબકશે : પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામશે ;પંચમહાલ, દાહોદ, લુણાવાડા, મહીસાગર, વડોદરા અને ભરૂચ સહિત મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે: અંબાલાલ પટેલની આગાહી .

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડવા જઈ રહ્યું છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના વધુ એક ધમાકેદાર રાઉન્ડની મોટી આગાહી કરી છે. આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામશે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મોન્સૂન ટ્રફ દેશના ઉત્તર-પૂર્વીય ભાગો તરફ સરકશે. જેના કારણે 7 જુલાઈ સુધીમાં પંચમહાલ, દાહોદ, લુણાવાડા, મહીસાગર, વડોદરા અને ભરૂચ સહિત મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 6 અને 7 જુલાઈ આસપાસ મોન્સૂન ટ્રફ દેશના ઉત્તર-પૂર્વીય ભાગો તરફ સરકશે. જેના કારણે 7 જુલાઈ સુધીમાં પંચમહાલ, દાહોદ, લુણાવાડા, મહીસાગર, વડોદરા અને ભરૂચ સહિત મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. આ રાઉન્ડ પૂરો થતાં જ 8 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 10થી 17 જુલાઈ દરમિયાન ફરી એકવાર કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે.
જુલાઈના અંતમાં અને 1-2 ઓગસ્ટની આસપાસ પણ અણધાર્યો વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે ખેતી કાર્યોને લઈને ખેડૂતોને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે 7 જુલાઈ અને ઓગસ્ટની શરૂઆતમાં પડનારું વરસાદી પાણી કૃષિ પાક માટે સાનુકૂળ કે સારું માનવામાં આવતું નથી.
ખેડૂતોએ ઉતાવળ કરવાના બદલે વરસાદ રોકાયા બાદ જ ખેતીના કાર્યો કરવા જોઈએ. ઓગસ્ટ મહિનામાં પાક સંરક્ષણના યોગ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી બનશે, નહીંતર પાકને નુકસાન થવાની ભીતિ છે. અંબાલાલ પટેલે અષાઢી બીજ અંગેની પરંપરાગત માન્યતાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અષાઢ સુદ બીજની સાંજે આકાશમાં દેખાતી વીજળીનું વિશેષ મહત્વ છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
