<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સવારે ૬ સુધીમાં રાજ્યના ૩૪ જિલ્લાના ૨૫૭ તાલુકાઓમાં અનરાધાર વરસાદ: અનેક વિસ્તારો જળબંબાકાર: મોરબીમાં પોણા ૯ ઇંચ, ટંકારામાં સાડા ૭ ઇંચ: રાજકોટમાં સવારે વરસાદ ચાલુ

ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને પગલે બંધો અને જળાશયોની જળસપાટીઓ સતત વધી રહી છે

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપી: સવારથી મેઘરાજા શાંત થયેલા જોવા મળે છે ત્યારે આજે સવારે ૬ વાગ્યા સુધીમાં મોરબી ૮.૭૮ ઇંચ, ટંકારા ૭.૬૪ ઇંચ, ધ્રાંગધ્રા ૬.૯૩ ઇંચ, હળવદ ૬.૪૨ ઇંચ, તિલકવાડા ૬.૧૮ ઈંચ, નાંદોદ ૬.૦૨ ઇંચ, ગરુડેશ્વર અને માળિયા ૪.૮૮ ઈંચ, નાનાપોંઢા ૪.૮૦ ઈંચ, અને વાંકાનેર ૪.૫૭ ઇંચ વરસાદ નોંધાયો. મહારાષ્ટ્રમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ૪,૩૩,૫૦૭ ક્યુસેક પાણીની આવક. મધુવન ડેમના ૪ દરવાજા ખુલ્લા. રાજકોટમાં અત્યારે સવારે ૯ વાગ્યે છેલ્લી અડધી કલાકથી વરસાદ ધીમીધારે ચાલુ હતો તેણે હવે જોર પકડ્યું છે: સવારની ઈનસેટ તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપરથી વાદળા આજે ઘણા ઘટી ગયેલા દર્શાય છે 

 

રાજ્યના ૩૪ જિલ્લાના ૨૫૭ તાલુકાઓમાં અનરાધાર વરસાદ સાથે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. સાથે જ સવારથી મેઘરાજાએ ખમૈયા કર્યા છે. 

 

ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા નરમ પડ્યાનું જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૪ જિલ્લાના ૨૫૭ તાલુકાઓમાં ૧ મીમીથી લઈને ૮.૭૮ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

 

ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને પગલે બંધો અને જળાશયોની જળસપાટીઓ સતત વધી રહી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટી આજે સવારે ૬ કલાકે ૩૨૮.૫૫ ફૂટે પહોંચી છે. મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા ઉકાઈ ડેમમાં ૪,૩૩,૫૦૭ ક્યુસેક પાણીની આવક સામે ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કોઝવેની જળસપાટી આજે સવારે ૬ કલાકે ૭.૩૦ મીટર ઉપર પહોંચી છે, અહીંથી ૭૪,૫૮૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે દમણગંગા નદીના મધુબન ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૭૩.૮૫ મીટર ઉપર પહોંચી છે. ડેમમાં ૨૧,૧૬૦ ક્યુસેક પાણીના ઈનફ્લો સામે ડેમના ૪ દરવાજા ૧ મીટર ખોલીને ૧૮,૧૧૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાઓ નીચે મુજબ છે:

 

મોરબી જિલ્લો

મોરબી – ૨૨૩ મિ.મી. (૮.૭૮ ઇંચ)

ટંકારા – ૧૯૪ મિ.મી. (૭.૬૪ ઇંચ)

હળવદ – ૧૬૩ મિ.મી. (૬.૪૨ ઇંચ)

માળિયા – ૧૨૨ મિ.મી. (૪.૮૦ ઇંચ)

વાંકાનેર – ૧૧૫ મિ.મી. (૪.૫૩ ઇંચ)

 

સુરેન્દ્રનગર જિલ્લો

ધ્રાંગધ્રા – ૧૭૬ મિ.મી. (૬.૯૩ ઇંચ)

વઢવાણ – ૧૫૭ મિ.મી. (૬.૧૮ ઇંચ)

લખતર – ૧૧૪ મિ.મી. (૪.૪૯ ઇંચ)

ચૂડા – ૯૩ મિ.મી. (૩.૬૬ ઇંચ)

મૂળી – ૯૩ મિ.મી. (૩.૬૬ ઇંચ)

થાનગઢ – ૮૯ મિ.મી. (૩.૫૦ ઇંચ)

ચોટીલા – ૮૦ મિ.મી. (૩.૧૫ ઇંચ)

સાયલા – ૫૮ મિ.મી. (૨.૨૮ ઇંચ)

દસાડા – ૪૬ મિ.મી. (૧.૮૧ ઇંચ)

 

નર્મદા જિલ્લો

તિલકવાડા – ૧૫૩ મિ.મી. (૬.૦૨ ઇંચ)

ગરુડેશ્વર – ૧૨૪ મિ.મી. (૪.૮૮ ઇંચ)

નાંદોદ – ૧૨૪ મિ.મી. (૪.૮૮ ઇંચ)

ચીખડા – ૬૧ મિ.મી. (૨.૪૦ ઇંચ)

ડેડીયાપાડા – ૫૯ મિ.મી. (૨.૩૨ ઇંચ)

 

વલસાડ જિલ્લો

નાનાપોંઢા – ૧૧૬ મિ.મી. (૪.૫૭ ઇંચ)

કપરાડા – ૧૧૨ મિ.મી. (૪.૪૧ ઇંચ)

ધરમપુર – ૬૬ મિ.મી. (૨.૬૦ ઇંચ)

વાપી – ૬૫ મિ.મી. (૨.૫૬ ઇંચ)

પારડી – ૩૭ મિ.મી. (૧.૪૬ ઇંચ)

વલસાડ – ૩૩ મિ.મી. (૧.૩૦ ઇંચ)

 

સુરત જિલ્લો

ઉમરપાડા – ૧૧૧ મિ.મી. (૪.૩૭ ઇંચ)

ઓલપાડ – ૧૦૫ મિ.મી. (૪.૧૩ ઇંચ)

કામરેજ – ૭૬ મિ.મી. (૨.૯૯ ઇંચ)

સુરત શહેર – ૭૪ મિ.મી. (૨.૯૧ ઇંચ)

માંગરોળ – ૭૧ મિ.મી. (૨.૮૦ ઇંચ)

ચોર્યાસી – ૬૬ મિ.મી. (૨.૬૦ ઇંચ)

પલસાણા – ૫૭ મિ.મી. (૨.૨૪ ઇંચ)

અરેઠ – ૫૨ મિ.મી. (૨.૦૫ ઇંચ)

અંબિકા – ૪૫ મિ.મી. (૧.૭૭ ઇંચ)

માંડવી – ૩૬ મિ.મી. (૧.૪૨ ઇંચ)

 

ભરૂચ જિલ્લો

ભરૂચ – ૧૦૭ મિ.મી. (૪.૨૧ ઇંચ)

ઝઘડિયા – ૧૦૬ મિ.મી. (૪.૧૭ ઇંચ)

અંકલેશ્વર – ૯૬ મિ.મી. (૩.૭૮ ઇંચ)

નેત્રંગ – ૭૧ મિ.મી. (૨.૮૦ ઇંચ)

હાંસોટ – ૬૧ મિ.મી. (૨.૪૦ ઇંચ)

વાલિયા – ૫૬ મિ.મી. (૨.૨૦ ઇંચ)

વાગરા – ૪૫ મિ.મી. (૧.૭૭ ઇંચ)

આમોદ – ૩૩ મિ.મી. (૧.૩૦ ઇંચ)

 

ખેડા જિલ્લો

મહુધા – ૧૦૦ મિ.મી. (૩.૯૪ ઇંચ)

કપડવંજ – ૭૯ મિ.મી. (૩.૧૧ ઇંચ)

કઠલાલ – ૭૮ મિ.મી. (૩.૦૭ ઇંચ)

નડિયાદ – ૪૭ મિ.મી. (૧.૮૫ ઇંચ)

વડોદરા જિલ્લો

સિનોર – ૮૭ મિ.મી. (૩.૪૩ ઇંચ)

ડભોઈ – ૬૩ મિ.મી. (૨.૪૮ ઇંચ)

કરજણ – ૩૩ મિ.મી. (૧.૩૦ ઇંચ)

 

છોટાઉદેપુર જિલ્લો

નસવાડી – ૭૯ મિ.મી. (૩.૧૧ ઇંચ)

સંખેડા – ૫૨ મિ.મી. (૨.૦૫ ઇંચ)

કવાંટ – ૫૧ મિ.મી. (૨.૦૧ ઇંચ)

જેતપુર પાવી – ૪૮ મિ.મી. (૧.૮૯ ઇંચ)

બોડેલી – ૪૭ મિ.મી. (૧.૮૫ ઇંચ)

 

નવસારી જિલ્લો

ચીખલી – ૭૭ મિ.મી. (૩.૦૩ ઇંચ)

ખેરગામ – ૭૧ મિ.મી. (૨.૮૦ ઇંચ)

વાંસદા – ૬૨ મિ.મી. (૨.૪૪ ઇંચ)

નવસારી – ૫૭ મિ.મી. (૨.૨૪ ઇંચ)

જલાલપોર – ૫૪ મિ.મી. (૨.૧૩ ઇંચ)

ગણદેવી – ૪૭ મિ.મી. (૧.૮૫ ઇંચ)

 

પાટણ જિલ્લો

પાટણ – ૭૬ મિ.મી. (૨.૯૯ ઇંચ)

સિદ્ધપુર – ૭૪ મિ.મી. (૨.૯૧ ઇંચ)

રાધનપુર – ૫૦ મિ.મી. (૧.૯૭ ઇંચ)

સરસ્વતી – ૪૮ મિ.મી. (૧.૮૯ ઇંચ)

 

વાવ-થરાદ જિલ્લો

ડિયોદર – ૭૬ મિ.મી. (૨.૯૯ ઇંચ)

લાખણી – ૪૯ મિ.મી. (૧.૯૩ ઇંચ)

સુઈગામ – ૪૭ મિ.મી. (૧.૮૫ ઇંચ)

 

રાજકોટ જિલ્લો

રાજકોટ – ૭૩ મિ.મી. (૨.૮૭ ઇંચ)

જસદણ – ૬૧ મિ.મી. (૨.૪૦ ઇંચ)

પડધરી – ૫૧ મિ.મી. (૨.૦૧ ઇંચ)

લોધિકા – ૪૦ મિ.મી. (૧.૫૭ ઇંચ)

કોટડા સાંગાણી – ૩૭ મિ.મી. (૧.૪૬ ઇંચ)

 

બનાસકાંઠા જિલ્લો

દાંતા – ૭૨ મિ.મી. (૨.૮૩ ઇંચ)

વડગામ – ૪૮ મિ.મી. (૧.૮૯ ઇંચ)

કાંકરેજ – ૪૧ મિ.મી. (૧.૬૧ ઇંચ)

ધાનેરા – ૪૦ મિ.મી. (૧.૫૭ ઇંચ)

 

કચ્છ જિલ્લો

ભુજ – ૬૬ મિ.મી. (૨.૬૦ ઇંચ)

રાપર – ૬૩ મિ.મી. (૨.૪૮ ઇંચ)

મુન્દ્રા – ૫૯ મિ.મી. (૨.૩૨ ઇંચ)

નખત્રાણા – ૫૫ મિ.મી. (૨.૧૭ ઇંચ)

ગાંધીધામ – ૪૩ મિ.મી. (૧.૬૯ ઇંચ)

 

ડાંગ જિલ્લો

વઘઈ – ૬૪ મિ.મી. (૨.૫૨ ઇંચ)

આહવા – ૫૨ મિ.મી. (૨.૦૫ ઇંચ)

 

મહેસાણા જિલ્લો

સતલાસણા – ૫૫ મિ.મી. (૨.૧૭ ઇંચ)

ખેરાલુ – ૪૮ મિ.મી. (૧.૮૯ ઇંચ)

 

જામનગર જિલ્લો

ધ્રોલ – ૫૫ મિ.મી. (૨.૧૭ ઇંચ)

જોડિયા – ૫૩ મિ.મી. (૨.૦૯ ઇંચ)

જામનગર – ૪૧ મિ.મી. (૧.૬૧ ઇંચ)

કાલાવડ – ૩૫ મિ.મી. (૧.૩૮ ઇંચ)

 

અરવલ્લી જિલ્લો

મોડાસા – ૫૦ મિ.મી. (૧.૯૭ ઇંચ)

 

તાપી જિલ્લો

વ્યારા – ૪૯ મિ.મી. (૧.૯૩ ઇંચ)

ડોલવણ – ૪૪ મિ.મી. (૧.૭૩ ઇંચ)

સોનગઢ – ૪૩ મિ.મી. (૧.૬૯ ઇંચ)

વાલોડ – ૪૨ મિ.મી. (૧.૬૫ ઇંચ)

 

પંચમહાલ જિલ્લો

જાંબુઘોડા – ૪૬ મિ.મી. (૧.૮૧ ઇંચ)

 

સાબરકાંઠા જિલ્લો

ઈડર – ૬૨ મિ.મી. (૨.૪૪ ઇંચ)

હિંમતનગર – ૪૨ મિ.મી. (૧.૬૫ ઇંચ)

 

આણંદ જિલ્લો

બોરસદ – ૩૯ મિ.મી. (૧.૫૪ ઇંચ)

 

અમરેલી જિલ્લો

બાબરા – ૩૯ મિ.મી. (૧.૫૪ ઇંચ)

લાઠી – ૩૩ મિ.મી. (૧.૩૦ ઇંચ)

 

દાહોદ જિલ્લો

સંજેલી – ૩૭ મિ.મી. (૧.૪૬ ઇંચ)

ગોવિંદ ગુરુ (લીમડી) – ૩૭ મિ.મી. (૧.૪૬ ઇંચ)

 

ભાવનગર જિલ્લો

શિહોર – ૭૦ મિ.મી. (૨.૭૬ ઇંચ)

મહુવા – ૩૪ મિ.મી. (૧.૩૪ ઇંચ)

વલ્લભીપુર – ૩૪ મિ.મી. (૧.૩૪ ઇંચ)

 

 

(9:55 AM IST)