<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સુરતના વેસુ વિસ્તારમાં 'ઓફિરા બિઝનેસ હબ'માં ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા

ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો ભારે મુશ્કેલીમાં મુકાયા

સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા 'ઓફિરા બિઝનેસ હબ'માં ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને અહીં આવેલી કરિયાણાની દુકાનોમાં પાણી ફરી વળતા મોટા પાયે અનાજ અને અન્ય કિંમતી સામાન પલળી ગયો છે, જેનાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સ્થાનિક તંત્રના કોઈ અધિકારીઓ કે રાજકીય નેતાઓ હજુ સુધી વેપારીઓની વહારે આવ્યા નથી, જેને પગલે સ્થાનિક દુકાનદારોમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

(10:09 PM IST)