<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર: આહવા, વઘઈ અને સુબીરના માર્ગો બંધ: નદીઓમાં પૂરથી લો-લેવલ બ્રિજ ગરકાવ

પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા માર્ગ પર આવેલા શંકર ધોધે પણ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું: સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ

ડાંગ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના કારણે આહવા, વઘઈ અને સુબીર તાલુકાને જોડતા મુખ્ય માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. પંથકની કોટમદાર અને ખાપરી નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થતાં ધૂળચોંડનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ, પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા માર્ગ પર આવેલા શંકર ધોધે પણ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

(9:25 PM IST)