તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Friday, 24th July 2026
અતિભારે વરસાદથી રાજ્યમાં જળબંબાકાર : ખેડાના મહેમદાવાદમાં ૧૯.૯૬ ઇંચ અને અમદાવાદના ધોળકામાં ૧૮.૬૨ ઇંચ વરસાદ ઝીંકાયો : ૧૨૦૪ રસ્તાઓ અને એસટી ટ્રીપો ઠપ્પ થતાં જનજીવન પ્રભાવિત : સરદાર સરોવર નર્મદા ડેમ ૬૮.૩૩% ભરાયો : આજે સવારે ૧૦:૦૦ કલાક સુધીનો સત્તાવાર રિપોર્ટ
રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ ૧૬.૪૦ ઇંચ (૪૫.૮૪%) વરસાદ નોંધાયો : ૧૫ ડેમ હાઈ એલર્ટ પર : ૩૮,૬૫૩ લોકોનું સ્થળાંતર અને ૫,૫૪૭ લોકોનું રેસ્ક્યુ : NDRF, SDRF તથા આર્મીની ટીમો મેદાને : ખરીફ પાકોનું કુલ ૫૦,૮૩,૦૭૯ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું

ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ શરૂ કરતાં રાજ્યભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ૨૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીના સત્તાવાર રિપોર્ટ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૫ તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે, જેમાં ૨૪ કલાકનો રાજ્યનો સરેરાશ વરસાદ ૩.૫૪ ઇંચ (૯૦.૧૨ મિલીમીટર) રહ્યો છે. આ સાથે જ ચાલુ ચોમાસાની સિઝનનો કુલ એકંદર સરેરાશ વરસાદ ૧૬.૪૦ ઇંચ (૪૧૬.૬૫ મિલીમીટર) પર પહોંચ્યો છે, જે રાજ્યના સરેરાશ વરસાદના ૪૫.૮૪% જેટલો થાય છે.
છેલ્લા ૨૪ કલાક અને સવારના સમયગાળામાં ખાબકેલો વરસાદ:
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ૧૯.૯૬ ઇંચ (૫૦૭ મિલીમીટર) નોંધાયો છે. આ સિવાય અમદાવાદના ધોળકામાં ૧૮.૬૨ ઇંચ (૪૭૩ મિલીમીટર), નવસારીના ચીખલીમાં ૧૭.૭૬ ઇંચ (૪૫૧ મિલીમીટર), વલસાડના ઉમરગામમાં ૧૭.૦૯ ઇંચ (૪૩૪ મિલીમીટર) અને નવસારીના ખેરગામમાં ૧૭.૦૯ ઇંચ (૪૩૪ મિલીમીટર) વરસાદ નોંધાયો છે.
તદુપરાંત, આજે સવારે ૦૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીના માત્ર ચાર કલાકના સમયગાળામાં પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો:
વાવ-થરાદ (દેવોદર): ૬.૦૨ ઇંચ (૧૫૩ મિલીમીટર)
ખેડા (મહેમદાવાદ): ૫.૦૮ ઇંચ (૧૨૯ મિલીમીટર)
વાવ-થરાદ (ભાભર): ૪.૯૨ ઇંચ (૧૨૫ મિલીમીટર)
અમરેલી (લીલીયા): ૩.૧૯ ઇંચ (૮૧ મિલીમીટર)
પાટણ (રાધનપુર): ૩.૧૧ ઇંચ (૭૯ મિલીમીટર)
છેલ્લા ૨૪ કલાકમાં ૭ તાલુકાઓમાં ૧૫.૭૮ ઇંચ (૪૦૧ મિલીમીટર)થી વધુ વરસાદ પડ્યો છે. સિઝનવાર સ્થિતિ જોઈએ તો રાજ્યના ૨૭ તાલુકાઓમાં ૩૯.૩૭ ઇંચ (૧૦૦૦ મિલીમીટર)થી વધુ અને ૨૮ તાલુકાઓમાં ૧૯.૭૨ થી ૩૯.૩૭ ઇંચ (૫૦૧ થી ૧૦૦૦ મિલીમીટર) વરસાદ થઈ ચૂક્યો છે.
રિજિયન વાઈઝ અને જિલ્લાવાર વરસાદની વિગત:
રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ સરેરાશ વરસાદની ટકાવારી નીચે મુજબ છે:
દક્ષિણ ગુજરાત: ૪૪.૭૨ ઇંચ (૧૧૩૬.૦૦ મિલીમીટર) - ૭૩.૬૭%
સૌરાષ્ટ્ર: ૧૧.૬૦ ઇંચ (૨૯૪.૮૦ મિલીમીટર) - ૩૮.૬૮%
પૂર્વ મધ્ય ગુજરાત: ૧૧.૫૮ ઇંચ (૨૯૪.૩૭ મિલીમીટર) - ૩૫.૯૪%
ઉત્તર ગુજરાત: ૬.૩૬ ઇંચ (૧૬૧.૭૭ મિલીમીટર) - ૨૨.૧૫%
કચ્છ: ૧.૨૪ ઇંચ (૩૧.૬૦ મિલીમીટર) - ૬.૩૨%
જિલ્લાવાર કુલ સિઝનલ વરસાદની સરખામણીમાં નવસારીમાં ૭૦.૩૯ ઇંચ (૧૭૮૮ મિલીમીટર - ૯૪.૦૯%), વલસાડમાં ૮૪.૬૦ ઇંચ (૨૧૪૯ મિલીમીટર - ૯૦.૨૫%), ડાંગમાં ૬૨.૦૮ ઇંચ (૧૫૭૭ મિલીમીટર - ૬૮.૧૬%), સુરતમાં ૪૬.૫૭ ઇંચ (૧૧૮૩ મિલીમીટર - ૭૮.૧૨%) અને તાપીમાં ૩૪.૫૬ ઇંચ (૮૭૮ મિલીમીટર - ૬૦.૩૭%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા (૧.૦૨ ઇંચ - ૩.૧૨%), કચ્છ (૧.૪૧ ઇંચ - ૭.૧%), બનાસકાંઠા (૪.૦૧ ઇંચ - ૧૪.૧૫%), પોરબંદર (૫.૦૦ ઇંચ - ૧૫.૦૧%), અને જામનગર (૫.૩૫ ઇંચ - ૧૮.૧૨%) જેવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ સરખામણીમાં ઓછું છે.
ડેમની સ્થિતિ, હાઈ એલર્ટ અને ઓવરફ્લો:
રાજ્યની મહત્વની જળ યોજનાઓમાં પાણીની આવક વિપુલ પ્રમાણમાં થઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૨૨૮૨૬૫ મિલિયન ક્યુબિક ફીટ સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના ૬૮.૩૩% છે. તેમાં ૨૧,૩૮૭ ક્યુસેક આવક સામે ૬૨૩ ક્યુસેક જાવક નોંધાઈ છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨૪૧૯૬૩ મિલિયન ક્યુબિક ફીટ (૪૩.૩૭%) પાણીનો સંગ્રહ થયો છે. ૧૦ ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યા છે, ૨૪ ડેમ ૭૦% થી ૧૦૦% વચ્ચે, ૨૨ ડેમ ૫૦% થી ૭૦% વચ્ચે, ૫૦ ડેમ ૨૫% થી ૫૦% વચ્ચે અને ૧૦૦ ડેમ ૨૫% થી નીચે ભરાયેલા છે.
જળાશયોની સ્થિતિને પગલે ૧૫ ડેમ માટે હાઈ એલર્ટ, ૫ ડેમ માટે એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે:
હાઈ એલર્ટ (૧૦૦% સંગ્રહ): અમરેલી જિલ્લાના રાજુલાનો ધાતરવડી અને સાવરકુંડલાનો સૂરજવડી; ભરૂચનો ધોળી; ભાવનગરના મહુવાનો રોજકી અને પાલિયાતાણાનો શેત્રુંજી; નવસારીના વાંસદાના ઝૂંજ અને કેલિયા; સુરતના માંડવીનો લખીગામ; સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ; તથા તાપીના સોનગઢનો દોસવાડા ડેમ.
અન્ય હાઈ એલર્ટ ડેમ: ભાવનગરનો રંગહોળા (૯૯.૬૫%), અમરેલીનો ખોડિયાર (૯૬.૮૩%), મહીસાગરનો વણાકબોરી (૯૬.૦૧%), અમરેલીનો રાયડી (૯૫.૨૪%) અને અમરેલીનો ધાતરવડી-૨ (૯૩.૭૨%).
એલર્ટ ડેમ: ભરૂચનો બળદેવા (૮૯.૬૯%), સુરેન્દ્રનગરનો ધોળીધજા (૮૮.૧૮%), ભાવનગરનો માલણ (૮૬.૫૪%), બોટાદનો ખંભડા (૮૫.૨૬%) અને ગીર સોમનાથનો રાવળ (૮૧.૨૨%).
ઓવરફ્લો (અનગેટેડ) ડેમ: નવસારીનો ઝૂંજ (આવક/જાવક: ૨૬૭૬.૫૬ ક્યુસેક), કેલિયા (આવક/જાવક: ૨૫૦૫ ક્યુસેક), ભરૂચનો ધોળી (આવક/જાવક: ૪૭૮ ક્યુસેક), મહીસાગરનો વણાકબોરી (આવક: ૭૦૦ ક્યુસેક, જાવક: ૩૦૦ ક્યુસેક) અને અમરેલીનો ધાતરવડી (આવક/જાવક: ૧૬ ક્યુસેક) ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે.
અન્ય મુખ્ય ડેમોમાં દમણગંગામાં ૯૧,૬૧૫ ક્યુસેક આવક સામે ૧,૫૫,૭૪૭ ક્યુસેક જાવક, ઉકાઈમાં ૩૧,૩૦૮ ક્યુસેક આવક, કરજણમાં ૨૨,૪૯૬ ક્યુસેક આવક અને ૪૨,૧૧૫ ક્યુસેક જાવક તથા કડાણામાં ૭,૬૩૮ ક્યુસેક આવક નોંધાઈ છે.
સ્થળાંતર, બચાવ કામગીરી અને રાહત ટીમો:
ભારે પૂરા હોનારત વચ્ચે ૧ જૂન ૨૦૨૬ થી ૨૩ જુલાઈ ૨૦૨૬ સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૩૮,૬૫૩ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૫,૫૪૭ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
* સ્થળાંતર અને રેસ્ક્યુના મુખ્ય જિલ્લાઓ:
* નવસારી: ૧૫,૬૭૪ સ્થળાંતર, ૧૨૦ રેસ્ક્યુ
* વલસાડ: ૧૨,૫૫૪ સ્થળાંતર, ૧,૮૨૬ રેસ્ક્યુ
* સુરત: ૭,૬૩૦ સ્થળાંતર, ૩,૪૧૬ રેસ્ક્યુ
* અમરેલી: ૬૪૧ સ્થળાંતર, ૧૧૬ રેસ્ક્યુ
* ગીર સોમનાથ: ૪૮૦ સ્થળાંતર, ૧૨ રેસ્ક્યુ
* અમદાવાદ: ૪૧૭ સ્થળાંતર
* ભરૂચ: ૪૪૧ સ્થળાંતર
* જુનાગઢ: ૨૯૭ સ્થળાંતર, ૩ રેસ્ક્યુ
* તાપી: ૪૦૯ સ્થળાંતર, ૧૨ રેસ્ક્યુ
* ડાંગ: ૪૧ રેસ્ક્યુ
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં NDRF ની ૧૭ ટીમો, SDRF ની ૩૨ પ્લાટુન અને આર્મીની ૬ ટીમો તેનાત કરવામાં આવી છે. વલસાડમાં ૪ NDRF, ૪ SDRF અને ૨ આર્મીની ટીમો; સુરતમાં ૨ NDRF અને ૫ SDRF ની ટીમો; નવસારીમાં ૩ NDRF, ૩ SDRF અને ૨ આર્મીની ટીમો તથા અમદાવાદમાં ૨ NDRF, ૨ SDRF અને ૨ આર્મીની ટીમો કાર્યરત કરવામાં આવી છે. રાજકોટ ખાતે ૧ SDRF પ્લાટુન રિઝર્વ રખાઈ છે.
વાહનવ્યવહાર, એસટી બસ અને વીજ પુરવઠો ખોરવાયો:
માર્ગ અને મકાન વિભાગના રિપોર્ટ મુજબ, ૨૪ જુલાઈના રોજ સવારે ૦૯.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યમાં ૩૦ સ્ટેટ હાઈવે, ૪૮ અન્ય રસ્તાઓ, ૧૧૧૯ પંચાયત રસ્તાઓ, ૪ નેશનલ હાઈવે અને ૩ NHAI મળી કુલ ૧,૨૦૪ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. સૌથી વધુ વલસાડમાં ૪૬૧, નવસારીમાં ૨૪૮, સુરતમાં ૨૪૪ અને તાપીમાં ૧૮૦ રસ્તાઓ બંધ થયા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની સેવાઓને પણ માઠી અસર પહોંચી છે. રાજ્યભરમાં કુલ ૨,૪૧૨ ટ્રીપો અને ૫૨૬ રૂટ બંધ રહેતા નિગમને રૂ. ૧,૦૪,૦૯,૭૦૬ ની આવકનું નુકસાન થયું છે. વલસાડ વિભાગમાં સૌથી વધુ રૂ. ૪૯.૩૦ લાખ અને નવસારીમાં રૂ. ૩૪.૨૫ લાખનું નુકસાન થયું છે. હાલમાં અમદાવાદ જિલ્લાનો ધોળકા ડેપો સંપૂર્ણ બંધ છે, જ્યારે વાપી, ધરમપુર અને બિલીમોરા ડેપોમાં સંચાલન તબક્કાવાર પુનઃ શરૂ કરાયું છે.
GUVNL ના અહેવાલ અનુસાર, ભારે પવન અને વરસાદથી ૪,૦૯૫ ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી ૩,૭૬૨ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે જ્યારે ૩૩૩ ગામોમાં કામગીરી બાકી છે. અસરગ્રસ્ત ૮,૨૦૭ ફીડરોમાંથી ૭,૫૦૦ અને ૭,૮૮૨ ક્ષતિગ્રસ્ત વીજપોલમાંથી ૭,૬૯૫ પોલનું સમારકામ પૂર્ણ કરી લેવાયું છે.
ખેતીવાડી અને માછીમારો માટે સૂચના:
રાજ્યમાં ૨૦ જુલાઈ ૨૦૨૬ સુધીમાં ખરીફ પાકોનું કુલ ૫૦,૮૩,૦૭૯ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના ૫૯.૫૯% છે. જેમાં કપાસનું ૧૮,૭૫,૮૪૪ હેક્ટર (૭૮.૭૧%), મગફળીનું ૧૬,૪૮,૧૧૫ હેક્ટર (૮૬.૦૫%), ડાંગરનું ૨,૨૫,૫૦૮ હેક્ટર (૨૫.૩૮%) અને સોયાબીનનું ૨,૪૮,૬૫૧ હેક્ટર (૮૮.૪૦%) વાવેતર નોંધાયું છે.
દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દરિયામાં ભારે કરંટ હોવાના કારણે ૨૪ જુલાઈ ૨૦૨૬ સુધી ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અને ચેતવણી આપવામાં આવી છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
