તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં નદી જેવી સ્થિતિ
7 નંબર ગેટથી લઈને 51 શક્તિપીઠ સર્કલ સુધી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું: બજારોમાં પાણી વહેતા વાહનચાલકોને ભારે હાલાકી

અમદાવાદ : રાજયમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠાના અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની જોરદાર એન્ટ્રી થતાં બજારોમાં પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું હતું. 7 નંબર ગેટથી લઈને 51 શક્તિપીઠ સર્કલ સુધી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. બજારોમાં પાણી વહેતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
