તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી :કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે
બંગાળના ઉપસાગરમાં સક્રિય બનેલી સિસ્ટમના પ્રભાવથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા: અંબાલાલ પટેલ

અમદાવાદ : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સક્રિય બનેલી સિસ્ટમના પ્રભાવથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને તાપી, નર્મદા અને સાગબારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદના એંધાણ હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
