તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 28th July 2026
ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો
હાઇવે પર વાહનો ફસાઈ રહેવા અને વરસાદમાં માલસામાન પલળી જવાથી ટ્રાન્સપોર્ટર્સ તેમજ વેપારીઓને મસમોટું આર્થિક ફટકો પડ્યો

અમદાવાદ : રાજ્યમાં જામેલા ધોધમાર વરસાદી માહોલના કારણે માર્ગ વ્યવહાર ખોરવાતાં ટ્રાન્સપોર્ટ વેપાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આ અંગે વડોદરા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રેમસિંહ ચૌહાણે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પૂર અને પાણી ભરાવાના કારણે સુરત, અમદાવાદ અને વડોદરા તરફ આવતી અનેક ટ્રકો રસ્તામાં જ ફસાઈ ગઈ છે. ખાસ કરીને વડોદરાથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતી દવાઓ અને ઇલેક્ટ્રિક સામાનની નિકાસ અટકી પડી છે. હાઇવે પર વાહનો ફસાઈ રહેવા અને વરસાદમાં માલસામાન પલળી જવાથી ટ્રાન્સપોર્ટર્સ તેમજ વેપારીઓને મસમોટું આર્થિક ફટકો પડ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ આ સ્થિતિના કારણે રૂ. 10 કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિને કુદરતી કોપ સમજીને ટ્રાન્સપોર્ટરો પરિસ્થિતિ થાળે પડતાં જ ફરી કામે લાગી રહ્યા છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
