<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

છોટાઉદેપુરના કવાંટ વિસ્તારમાં પડાલેક ભારે વરસાદના કારણે રસ્તા પરનો કોઝવે ધોવાઈ જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા

કોઝવે ધોવાઈ જવાના કારણે હોસ્પિટલેથી પરત ફરી રહેલી એક પ્રસૂતા મહિલા આફતમાં મુકાઈ:નદીમાં પાણીનું વહેણ હોવાથી તેને ઘરે લઈ જઈ રહેલું 'ખિલખિલાટ' વાહન આગળ જઈ શક્યું નહોતું,

છોટાઉદેપુરના કવાંટ વિસ્તારમાં પડાલેક ભારે વરસાદના કારણે રસ્તા પરનો કોઝવે ધોવાઈ જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ કોઝવે ધોવાઈ જવાના કારણે હોસ્પિટલેથી પરત ફરી રહેલી એક પ્રસૂતા મહિલા ભારે આફતમાં મુકાઈ હતી. નદીમાં પાણીનું વહેણ હોવાથી તેને ઘરે લઈ જઈ રહેલું 'ખિલખિલાટ' વાહન આગળ જઈ શક્યું નહોતું, જેના કારણે મહિલા પોતાના નવજાત બાળકને ખોળામાં લઈને જોખમી રીતે પગપાળા નદી અને કોઝવે પસાર કરવા મજબૂર બની હતી. જીવના જોખમે કોઝવે ઓળંગતી મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

(8:59 PM IST)