તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
વડોદરાના પાદરા ગ્રામ્યમાં ભારે વરસાદ :અનેક ગામોમાં જનજીવન ભારે પ્રભાવિત
નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુશળધાર વરસાદના કારણે ખાસ કરીને ચોકારી ગામમાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલા અવિરત વરસાદને પગલે પાદરાના અનેક ગામોમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
