તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદની અને 25 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા

અમદાવાદ :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાઇક્લોનિક સર્ક્યૂલેશન સહિતની સિસ્ટમ સક્રિય હોવાના કારણે તેની અસર રાજ્યના હવામાન પર જોવા મળી રહી છે. જેમ-જેમ નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસરના પગલે રાજ્યમાં છેલ્લા બે દિવસથી છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આજે પણ રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદની અને 25 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, 1 જૂન 2026ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
