તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
રાધનપુરમાં અતિવૃષ્ટિથી હાહાકાર:ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર : ખેડૂતો અને નાગરિકો માટે તાત્કાલિક વળતર-કેશડોલની કરી માંગ
ધોધમાર વરસાદથી પાક-ઘરને ભારે નુકસાન, રસ્તા-વીજળી ઠપ : ધારાસભ્યએ સરકાર પાસે સર્વે અને તાત્કાલિક સહાય પેકેજની કરી માંગ, તંત્રને એલર્ટ પર રહેવા સૂચના

રાધનપુર તા.૨૬ : ઉત્તર ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ભારે તારાજી સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પાકને નુકસાન થતાં સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને તાત્કાલિક પત્ર લખીને સ્થિતિની ગંભીરતા દર્શાવી છે. પત્રમાં તેમણે માંગ કરી છે કે તાત્કાલિક સર્વે: નુકસાનગ્રસ્ત ગામોનો તાત્કાલિક સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે કેશડોલ અને વળતર*: અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશડોલ અને પાક નુકસાનનું વળતર ચૂકવવામાં આવે જરૂરી વ્યવસ્થા: પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખોરાક-પાણીની વ્યવસ્થા કરવામાં આવે
અતિવૃષ્ટિના કારણે રાધનપુરના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. કપાસ, મગફળી અને બાજરીનો પાક નાશ પામ્યો છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને પણ નુકસાન થયું છે. રસ્તાઓ બંધ થવાથી અને વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
MLA લવિંગજી ઠાકોરે પોતે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તંત્રને ઝડપથી રાહત કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.
જિલ્લા તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે. હવામાન વિભાગે હજુ વધુ વરસાદની આગાહી કરી હોવાથી તંત્રને એલર્ટ પર રહેવા જણાવાયું છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
