તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સાબરકાંઠામાં ભારે વરસાદથી વહીવટી તંત્ર એલર્ટ :જોખમી કોઝવે અને બ્રિજ પર પોલીસ જવાનો તૈનાત
વિજયનગર અને ખેડબ્રહ્માના પ્રતિબંધિત જંગલ વિસ્તારોમાં પ્રવાસીઓ તથા સ્થાનિકોના જવા પર મનાઈ હુકમ જારી કરાયો

સાબરકાંઠા જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે જોખમી કોઝવે અને બ્રિજ પર પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે, તેમજ તરવૈયાઓ અને જરૂરી બચાવ સામગ્રી સાથે ટીમ સજ્જ રાખવામાં આવી છે. આ ઉપરાંત, વિજયનગર અને ખેડબ્રહ્માના પ્રતિબંધિત જંગલ વિસ્તારોમાં પ્રવાસીઓ તથા સ્થાનિકોના જવા પર મનાઈ હુકમ જારી કરાયો છે. કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક '112' અથવા '100' નંબર પર સંપર્ક કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
