<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

તાપીમાં ભારે વરસાદથી અનેક લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ :જિલ્લા પંચાયત હસ્તકના 26 રસ્તા કરાયા બંધ

પાણી ઉતરે ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ

તાપી જિલ્લામાં સતત વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે અનેક લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં સલામતીના ભાગરૂપે જિલ્લા પંચાયત હસ્તકના કુલ 26 રસ્તાઓ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. પાણી ઉતરે ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને જરૂરી સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(6:45 PM IST)