<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

વલસાડમાં ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર : નેશનલ હાઈવે પર સર્વિસ રોડ જળમગ્ન થતાં વાહનો ખોટકાયા

વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલા સર્વિસ રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી આફતની સીધી અસર હવે વાહનવ્યવહાર પર પણ જોવા મળી રહી છે. વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલા સર્વિસ રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને વલસાડથી સુરત તરફ જતા સર્વિસ રોડ પર પાણી ફરી વળતા હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પાણીનું સ્તર વધી જતાં કેટલાક વાહનો પાણીમાં જ બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી છે.

(2:01 PM IST)