News of Tuesday, 7th July 2026
ભારે વરસાદથી વલસાડ જિલ્લા અને વાપીમાં તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર :તમામ શાળાઓમાં સત્તાવાર રજા જાહેર
જિલ્લાના જે વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું છે, ત્યાં શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગેનો અંતિમ નિર્ણય લેવાની સત્તા શાળાના આચાર્યોને સોંપાઈ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને પગલે વલસાડ જિલ્લા અને વાપીમાં તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ અને વાપી પંથકની તમામ શાળાઓમાં આજે સત્તાવાર રજા જાહેર કરી દેવામાં આવી છે. જોકે, જિલ્લાના જે વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું છે, ત્યાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગેનો અંતિમ નિર્ણય લેવાની સત્તા શાળાના આચાર્યોને સોંપવામાં આવી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
