તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ: ઔરંગા નદીનું જળસ્તર વધવાની શક્યતા:નદી કિનારે આવેલા 6 ગામોને એલર્ટ કરાયા
રિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી :અત્યાર સુધીમાં 800 જેટલા નાગરિકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરાયા

હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આપવામાં આવેલી ચેતવણી બાદ સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને ઔરંગા નદીનું જળસ્તર વધવાની શક્યતાઓને જોતાં નદી કિનારે આવેલા 6 ગામોને સાવચેત કરી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પૂરની ગંભીર સ્થિતિ સર્જાય તે પહેલાં જ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં 800 જેટલા નાગરિકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
