<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

વલસાડમાં ભારે વરસાદથી હાલાકી : નનકવાડા વિસ્તારમાં પાણી ફરી વળતાં અનેક સોસાયટીઓ જળબંબાકાર બની

શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલી

વલસાડમાં ભારે વરસાદ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. નનકવાડા વિસ્તારમાં પાણી ફરી વળતાં અનેક સોસાયટીઓ જળબંબાકાર બની ગઈ છે. કેટલાક વિસ્તારોમાં પાણી સોસાયટીના પહેલા માળ સુધી પહોંચી જતાં રહિશોમાં ફફડાટ ફેલાયો હતો. શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે, જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(12:08 PM IST)