તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 17th June 2026
અંબાજી આબુરોડ વચ્ચે ભારે વાહનો માટે આગામી 28 ફેબ્રુઆરી-2027 સુધી પ્રતિબંધ: ભારે વાહનોને ડી.કે સર્કલથી પાલનપુર-દાંતા તરફ ડાયવર્ડ કરાયા
ભારે વાહનો માટે અંબાજી આબુરોડનો રસ્તો જે 20 કિલોમીટરનો થતો હતો તેના બદલે પાલનપુર તરફ ડાયવર્ઝન કરાતાં અંબાજી આબુરોડનો રસ્તો 120 કિલોમીટર સુધી ફરવું પડશે

યાત્રાધામ અંબાજી ખાતે 1632 કરોડ ના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાનાર છે જેમાં મહત્તમ શક્તિ કોરીડોર ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કામમાં અડચણ રૂપ ના બને તે માટે આગામી 28 ફેબ્રુઆરી-2027 સુધી 9 મહીના સુધી અંબાજી આબુરોડ વચ્ચે ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અંબાજી આબુરોડ રૂટ માટે ટ્રાફીક વ્યવસ્થામાં ફેરફાર કરી ને ભારે વાહનો ને ડી.કે સર્કલ થી પાલનપુર-દાંતા તરફ ડાયવર્ડ કરવામાં આવ્યા છે જેને લઇ ભારે વાહનો માટે અંબાજી આબુરોડ નો રસ્તો જે 20 કિલોમીટર નો થતો હતો તેના બદલે પાલનપુર તરફ ડાયવર્ઝન કરાતાં અંબાજી આબુરોડ નો રસ્તો 120 કિલોમીટર સુધી ફરવું પડશે.
ગબ્બર ટેકરીથી અંબાજી મંદિર સુધી એક ભવ્ય કોરીડોર બનાવવામાં આવી રહ્યુ છે. જેમાં ભક્તોને આધુનીક સુવિધાઓ પુરી પડાશે.આ નિમાર્ણ કાર્યના કારણે બસ ટ્રાફીક સાથે ભારે વાહનો જે 12 મિટર લાંબા હેવી વાહનોને અંબાજીમાં પ્રવેશવા પણ સવારે 07 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને જીલ્લા કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલાં જાહેરનામા મુજબ આ બાંધકામ કાર્ય ને લઇ 25 મે-2026 થી 28 ફેબ્રુઆરી-2027 સુધી મોટા ટ્રેલર, ટ્રક અને અન્ય ભારે વાહનો માટે નો એન્ટ્રી નિયમ માં રહેશે. હિંમતનગર તરફ થી આબુરોડ આવતા ભારે વાહનો દાંતા પાલનપુર રૂટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યુ છે. વહીવટીતંત્ર એ સ્વષ્ટતા કરી છે કે હાલ તબક્કે કાર બાઇક અને પેસેન્જર બસોની અવર-જવર ઉપર કોઇ પ્રતિબંધ રહેશે નહીં
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
