News of Tuesday, 5th May 2026
દાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદ: કાંકસીયા પીકઅપ સ્ટેશન નજીક એક મોટું વૃક્ષ ધરાશાયી
રસ્તાની વચ્ચોવચ વૃક્ષ પડી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી: વાહનવ્યવહાર ખોરવાયો

દાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે અનેક સ્થળોએ અસર જોવા મળી છે. બલૈયા–ફતેપુરા માર્ગ પર કાંકસીયા પીકઅપ સ્ટેશન નજીક એક મોટું વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. રસ્તાની વચ્ચોવચ વૃક્ષ પડી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ અને રસ્તા પરથી વૃક્ષ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
