તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
AI અવતાર, રિલ્સ સાથે હાઈટેક ચૂંટણી પ્રચાર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલીવાર ઓફલાઇન સાથે ઓનલાઇન પ્રચારની બોલબાલા : સોશિયલ મીડિયામાં તો રીલ્સનો રેલો આવ્યો, સુરતમાં જ રોજની ૫૦૦ રાજકીય રીલ્સ બને છે

સુરત તા.૧૮: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વેળાએ પ્રચાર પ્રસારનો તબક્કો તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. ગરમીના દિવસોમાં રોજ સવારે એક કલાક અને પછી સાંજે ? વાગ્યા પછી રેલી. કાર્યક્રમ, જનસંપર્કનો દોર ચાલી રહ્યો છે. એવામાં હવે ટેફનોલોજીના યુગમાં ચૂંટણી પ્રચારમાં અંઆઈ અવતારની પણ એન્ટ્રી થઈ છે. ઉમેદવારોએ પોતાની સોશિયલ નેટવર્કિગ સાઈટ પર એઆઇ અવતાર ક્રિએટ કરી સ્લોગનો સાથેનું પિક્ચર ક્રિએટ કર્યું છે. આ સિવાય યુવાઓ સુધી પહોંચવા રીલ્સનો પણ સહારો વેવાઈ રહ્યો છે.
પાલિકાની ૨૦૨૪ની ચૂંટણીમાં રાજકીય પક્ષોના સમીકરણો, ગણિત સાથે ઓનલાઈન પ્રચારની દ્રષ્ટિએ પણ અવનવી તરકીબો, અખતરા કરવામાં આવી રહ્યાં છે. યુવાનોને વિવિધ સોશિયલ નેટવર્કિગ સાઈટ પર એઆઈ ઈમેજ તૈયાર કરવાનું ઘેશુ લાગ્યું છે ત્યારે ચૂંટણી પ્રચારમાં હવે ઉમેદવારો પોતાનો એઆઈ જમરેટેડ ફોટાનો હાઈટેક ઉપયોગ કરી રહ્યાં છે. ઉમેદવારો અને રાજકીય પોના નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હાલમાં આવા એઆઇ જનરેટેડ ફોટાથી ભયાં છે. વધુમાં, રિલ્સનો તો રેલો આવ્યો છે. ઉમેદવારો સવાર, સાંજ, રાત્રીએ કરેલી રેલી, જનસંપર્ક અભિયાન, કાર્યક્રમોના ફોટા એકત્રિત કરીને રીલ્સ બનાવી રહ્યાં છે અને તે સોશિયલ મીડિયામાં મૂકી રહ્યાં છે. દરેક ઉમેદવાર રોજની બેથી ત્રણ રીલ્સ બનાવી રહ્યાં છે, જ્યારે પક્ષો તરફથી પણ અલગથી રીલ્સ બનતી હોય હાલમાં સુરતમાં જ રોજની ૫૦૦થી વધારે રીલ્સ બનતી હોવાનો અંદાજ સેવાયો છે. રીલ્સ બનાવવા પ્રોફેશનલ્સને પણ રોકવામાં આવ્યાં છે. ગુજરાતી ગરબા, ડાયરો અને જોશીલા ફિલ્મી ગીતો સાથે રીલ્સને રોચક બનાવાઈ રહી છે.
પાવરપેક પ્લાનિંગ, દરેક કાર્યાલય પર કોટા-રીલ્સ માટે એક કાર્યકર
રાજકીય પક્ષો દ્વારા માઇકો પ્લાનિંગ સાથે ફોટા રીલ્સ વાયરલ કરવામાં આવી રહ્યાં છે શહેર ભાજપ દ્વારા માઇકો પ્લાનિગ સાથે દરેક વોર્ડ કાર્યાલય પર ફોટા એકત્રિત કરવા અને તેની રીલ્સ બનાવવા માટે એક કાર્યકરની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યકરે સવાર-સાંજના કાર્યક્રમોના ફોટા ભેગા કરી રીલ્સ બનાવવાની રહે છે. તેમજ વોર્ડનું અલાયદું સોશિયલ મીડિયા પેજ બનાવવાનું અને સુરત શહેરના પેજ પર ફોટા, રીલ્સ અપલોડ કરવાની કામગીરી કરાઇ છે.
શોર્ટ રીલ્સ, લોંગ રીલ્સ અને સ્ટેટ્સ રીલ્સ સાથે અંદાજે બે લાખ સુધીનો ખર્ચ
ઓનલાઇન પ્રયારમાં રીવ્સના પણ જુદા જુદા પ્રકાર દેખાયા છે. કેટલાક ચોક્કસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ૨૪ કલાક માટે મુકવા માટે શોર્ટ રીલ્સ પેજ પર લાંબો સમય રાખવા માટે એક મિનિટની લોંગ રીલ્સ, વોર્ડના કાર્યકરો, મતદારોને કામોનો હિસાબ આપવા માટે બે મિનિટ સુધીની રીલ્સ અને પછી સ્ટેટ્સ પર મુકવા માટે ૩૦ સેકન્ડની રીલ્સ બનાવવામાં આવી રહી છે. દરેક પ્રકારની રીલ્સ માટે અવનવા ગીતો અને મ્યુઝિકનો ઉપયોગ થઇ રહ્યો છે. ધૂમધડાકા સાથેનું સંગીત, ગીત પહેલી પસંદગી બની રહ્યા છે. તે માટે બે લાખ સુધીનો ખર્ચ પણ થઈ રહ્યો છે.
સાવ આવું પણ.. એક ઉમેદવારે તો લાઇકને આધારે મત ગણી નાંખ્યા
સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટ કરતા આવડતું ન હોય એવા ઉમેદવારો તરફથી યુવા કાર્યકરો દ્વારા જ ફોટા રીલ્સ અપલોડ કરાઈ રહ્યા છે. તો બીજી બાજુ પヘમિ વિધાનસભામાં આવતા એક વોર્ડમાં તો ઉમેદવાર અને સમર્થકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવેલી લાઇકને આધારે મતોની ગણતરી પણ કરી દીધી છે. ઉદાહરણ તરીકે, ફોટા, રિલ્સને ૫૦૦ લાઇક આવે તો ચાર ગણા એટલે કે ૨ હજાર મત નક્કી એવી ધારણા કરી હોય અચરજ ફેલાયું છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
