તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Sunday, 17th May 2026
અમદાવાદમાં હાઈટેક RTOનો પ્રારંભ: ડિજિટલ સુવિધાઓથી નાગરિકોને મળશે મોટી રાહત
AI આધારિત ટેસ્ટિંગ ટ્રેક, સ્માર્ટ કંટ્રોલ રૂમ અને વિશાળ પાર્કિંગ સહિત આધુનિક સુવિધાઓથી સજ્જ નવી કચેરી તૈયાર

અમદાવાદ: શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુભાષ બ્રિજ ખાતે તૈયાર કરાયેલી નવી RTO કચેરી હવે વધુ સ્માર્ટ, ડિજિટલ અને સુવિધાસભર સેવાઓ સાથે કાર્યરત થવા જઈ રહી છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ કચેરી શહેરના સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો માનવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આશરે રૂ. 62.26 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ ભવ્ય RTO કચેરી લગભગ 12,787 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામી છે. સંપૂર્ણ AC બિલ્ડિંગ ધરાવતી આ કચેરીમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળનો સમાવેશ થાય છે. નાગરિકોને સરળ અનુભવ આપવા માટે પ્રવેશદ્વાર પર LED સ્ક્રીન દ્વારા ટોકન નંબર અને વેઇટિંગ માહિતી પણ દર્શાવવામાં આવશે.
નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાઓ માટે અલગ કાઉન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેવા વેઇટિંગ એરિયાની વ્યવસ્થા સાથે દિવ્યાંગ નાગરિકો માટે ખાસ રેમ્પ અને લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
લર્નિંગ અને ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે AI આધારિત ત્રણ ઓટોમેટિક ટેસ્ટિંગ ટ્રેક તૈયાર કરાયા છે. આ સાથે આધુનિક કંટ્રોલ રૂમ પણ ઉભું કરવામાં આવ્યું છે, જેના કારણે ટેસ્ટ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે.
RTO કચેરીમાં આવતા અરજદારો માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જમીન સ્તર અને બેઝમેન્ટ બંનેમાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક થઈ શકે તે રીતે આયોજન કરાયું છે. આ ઉપરાંત કોન્ફરન્સ હોલ, પીવાના પાણીની વ્યવસ્થા અને આધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ પણ ઉમેરવામાં આવી છે.
એજન્ટ પ્રથા અને ગેરરીતિઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવવામાં આવી છે. સમગ્ર કેમ્પસમાં CCTV સર્વેલન્સ રહેશે અને સુરક્ષાની જવાબદારી GISF જવાનો સંભાળશે. નવી સુવિધાઓના કારણે નાગરિકોને વધુ સરળ અને પારદર્શક સેવા અનુભવ મળ
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
