તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
બેકાબુ હાથીઓ સહિત અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાના નિયંત્રણ માટે હાઈટેક સુરક્ષાચક્ર
ગત વર્ષે હાથી બેકાબુ બન્યાને પગલે તંત્રનું બ્લડ પ્રેસર વધ્યાની બાબત અને ઘટના શા કારણે બની તેનાં વેટરનિટી નિષ્ણાત ડોક્ટરના રિપોર્ટના અભ્યાસ પછી મુખ્ય પોલીસ વડા અને ઇન્ચાર્જ સીપી કોઈ જોખમ લેવા તૈયાર નથી હિન્દુ મુસ્લિમ એકતા માટે ક્રિકેટ મેચનું આયોજન, ડ્રોન ચેકીંગ, ભાડુતો ચેકીંગ, ઘુસણખોરો શોધવા માટે પોલીસ કમિશ્નર સાયબર એક્સ લેન્સ વિભાગને એકશન મોડમાં મુક્યો ગજરાજોની પ્રત્યેક હિલચાલ પર આધુનિક ટેકનીક દ્વારા કન્ટ્રોલરૂમ કૈફ કરશે, સ્પેશ્યલ બ્રાન્ચની સ્કીમ અંગે BSF બેક ગ્રાઉન્ડ ધરાવતા અનુભવી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ટીમ સાથે ચર્ચામાં મશગુલ

રાજકોટઃઅમદાવાદની પોલીસ બંદોબસ્તની દૃષ્ટિએ કુંભ મેળા પછી દેશના સહુથી મોટા અને પડકારજનક બંદોબસ્તમાં ગજરાજો ખૂબ આકર્ષણ અને ધાર્મિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે.
ગત વર્ષે અમદાવાદના ગીચ એવા ખાડિયા વિસ્તારમાં શણગારેલા હાથીઓ પૈકી એક હાથી બેકાબુ બનતા જે પરિસ્થિતિ સર્જાયેલી, તેવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે રાજય પોલીસ તંત્રનો વિશાળ અનુભવ સાથે BSF બેકગ્રાઉન્ડ ધરાવતા ઈનચાર્જ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને તેમની ટીમ કોઈ જોખમ લેવા તૈયાર નથી.
આગામી ૧૬ જુલાઈના રોજ નીકળનારી રથયાત્રા સંદર્ભે કેટલાક સાવચેતીના પગલાંઓ નિષ્ણાત વેટરનરી ડોક્ટરે જે તે સમયે આપેલ અભિપ્રાયને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે, જે આ મુજબ છે.
શણગારેલો હાથી ભીડ અને ઘોંઘાટના કારણે બેકાબુ થયો હતો. તે ઘટનામાંથી પાઠ લઈને આ વખતે રથયાત્રાના આયોજકોએ ગજરાજની સુરક્ષા માટે હાઈટેક વ્યવસ્થા ગોઠવી છે.
અમદાવાદ રથયાત્રામાં સામેલ ૧૮ ગજરાજ પર GPS ટ્રેકિંગ સિસ્ટમ અને કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક હાથીની પળે-પળની હિલચાલ પર નજર રાખાશે. કંટ્રોલ રૂમમાંથી સીધું મોનિટરિંગ થશે જેથી હાથી બેકાબુ થવાના સંકેત મળતાં જ તાત્કાલિક સાવચેતીના પગલાં લેવાય.
ભૂતકાળની ૨૦૨૫ની ઘટના ધ્યાને રાખીને મહાવતની સાથે તાલીમબદ્ધ ટીમ, વેટરનરી ડોક્ટર અને વન વિભાગના અધિકારીઓને પણ તૈનાત રાખવામાં આવ્યા છે. ભીડ નિયંત્રણ અને સાઉન્ડ મર્યાદાના નિયમો પણ કડક બનાવાયા છે.
અત્રે એ યાદ રહે કે અમદાવાદની રથયાત્રા ભૂતકાળમાં રક્તરંજિત થયેલ, હુમલા જેવું એક યુગમાં બનેલ, તેવી દ્યટનાઓ દ્યણાં વર્ષથી બંધ છે, પણ સાવચેતી ખાતર અમદાવાદની સ્પેશ્યલ બ્રાન્ચ દ્વારા બે માસ અગાઉ આખી સ્કીમ તૈયાર કરવામાં આવે છે. જેમાં નાકાબંધી, હોટલ-ગેસ્ટ હાઉસ ચેકીંગ, શાંતિ સમિતિની બેઠકો, હિન્દુ-મુસ્લિમ પરિવાર વચ્ચે એકતાની ભાવના મજબૂત કરવા ક્રિકેટ મેચ, રથયાત્રાનું મુસ્લિમ મિત્રો દ્વારા સ્વાગત, રાજયભરના અનુભવી પોલીસ અધિકારીઓ-સ્ટાફ બંદોબસ્તમાં સામેલ, ડ્રોન ચેકીંગ, ભાડુઆત બાબતે તપાસ વગેરે કાર્યવાહી ચાલે છે. અમદાવાદમાં ડીસીપી ક્રાઇમ, જોઇન્ટ સીપી વિગેરે મહત્વના હોદાના ધ્યાને રાખી તેમની જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક હસ્તક ચાર્જ રાખવામાં આવ્યો છે.(
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
