<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

સાબરકાંઠામાં અરવલ્લીની પર્વતમાળાના રક્ષણ અને સંરક્ષણના મુદ્દે હાઈ પાવર કમિટીની મુલાકાત

બે દિવસ દરમિયાન કમિટીના સભ્યો ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સૂચનો અને મંતવ્યો એકત્રિત કરશે.

સાબરકાંઠામાં અરવલ્લીની પર્વતમાળાના રક્ષણ અને સંરક્ષણના મુદ્દે હાઈ પાવર કમિટીએ મુલાકાત શરૂ કરી છે. બે દિવસ દરમિયાન કમિટીના સભ્યો ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સૂચનો અને મંતવ્યો એકત્રિત કરશે. ઈડર ગઢ, લાલોડા, વરતોલ, નવા મોટા અને રામેશ્વર કંપા સહિતના વિસ્તારોની મુલાકાત દરમિયાન પર્વતમાળાની અખંડિતતા, સંરક્ષણ અને જમીન ઉપયોગ અંગેની માહિતી મેળવવામાં આવશે. આ ઉપરાંત હિંમતનગરની કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને ખાણ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અંગે હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી.

(7:59 PM IST)