તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
વડોદરાના ભાયલી વિસ્તારમાં વીજળી ગૂલ થયા બાદ હાઈ વોલ્ટેજે કાળો કહેર વર્તાવ્યો :100થી વધુ ઘરોમાં ટીવી -ફ્રિજ બળીને ખાખ
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરોમાં જે 7 થી 8 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ગત રોજ અચાનક વીજ પુરવઠો ખોરવાયા બાદ ભારે હાઈ વોલ્ટેજ આવતા નાગરિકોને આર્થિક ફટકો પડ્યો છે. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન અને ડીસી પાવર અચાનક વધી જવાના કારણે અંદાજે 70થી 80 જેટલા ઘરોમાં ફ્રિજ, ટીવી, એર કંડિશનર, પાણીના RO મશીન, ટ્યુબલાઈટ અને પંખા જેવા કિંમતી ઈલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. જેને લીધે લોકોને ઘણું નુકસાન પહોંચ્યું છે
સ્થાનિક રહીશ નિકુલ પરમારે તંત્ર સામે રોષ ઠાલવતા સવાલ કર્યો હતો કે, "વીજ કંપનીએ આવીને વાયરિંગ તો રિપેર કરી આપ્યું હતું. પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરોમાં જે 7 થી 8 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે, તેનું વળતર કોણ આપશે?" સ્થાનિકોના આક્ષેપ અનુસાર, આ ઘટના અંગે જ્યારે સ્થળ પર પહોંચેલા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ના કર્મચારીઓને પૂછવામાં આવ્યું, ત્યારે તેમની પાસે કોઈ યોગ્ય જવાબ નહોતો
એક તરફ વડોદરામાં ઓવરહિટિંગના કારણે શોર્ટ સર્કિટ અને આગ લાગવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાયલીના સુથાર ફળિયું અને રબારી ફળિયું સહિતના વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા લોકો ગરમીમાં શેકાયા હતા. મોડી રાત સુધી રિપેરિંગની કામગીરી ચાલ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં પાવર સપ્લાય ખોરવાયેલો જ રહ્યો હતો. જેના લીધે સ્થાનિકોની રોજિંદી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.
લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે, વીજ કંપનીના લાઇનમેન અને અધિકારીઓની બેદરકારીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં તો લાઈટો સરખી કરી દેવાઈ છે, પરંતુ મધ્યમ વર્ગના માથે આવી પડેલા આ આર્થિક બોજને કારણે સમગ્ર ભાયલી પંથકના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
