<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

સરકારી કોલેજોના અધ્‍યાપકો માટે ઉચ્‍ચતર પગાર ધોરણના લાભની મર્યાદા ૩૧ ડીસેમ્‍બર સુધી

અમદાવાદ, તા. ૧૯ : ગુજરાત રાજ્‍યની સરકારી ડિપ્‍લોમા, ડિગ્રી અને ફાર્મસી કોલેજોમાં ફરજ બજાવતા અધ્‍યાપકોના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. સરકારી ઇજનેરી કોલેજોના  અધ્‍યાપક મંડળ દ્વારા આ મુદ્દે વારંવાર કરવામાં આવેલી રજૂઆતોના અનુસંધાને શિક્ષણ વિભાગે છઠ્ઠા પગાર પંચના નિયમો અનુસાર  CAS , ઉચ્‍ચતર પગાર ધોરણ નો લાભ મેળવવા માટેની સમયમર્યાદા લંબાવીને હવે ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૪ સુધી કરી છે.

અગાઉ આ લાભ મેળવવા માટેની સમયમર્યાદા ૧ માર્ચ, ૨૦૨૨ સુધીની હતી. નવી જોગવાઈ મુજબ સમયમર્યાદામાં વધારો થતાં સંબંધિત પાત્રતા ધરાવતા અધ્‍યાપકોને રાહત મળવાનો માર્ગ ખુલ્‍યો છે. આ મુદ્દે સરકારી ઇજનેરી કોલેજો ના અધ્‍યાપક મંડળ દ્વારા અધ્‍યાપકોના પ્રશ્‍નોને વાચા આપવા અને તેમને નિયમોનુસાર યોગ્‍ય લાભ મળે તે હેતુથી ટેકનિકલ શિક્ષણના કમિશનરશ્રી, શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી સમક્ષ વારંવાર લેખિત તેમજ મૌખીક રજૂઆતો કરવામાં આવી હતી. મંડળના સતત પ્રયત્‍નો અને રજૂઆતોના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. મંડળે સરકારનો આભાર માન્‍યો છે. 

(3:35 PM IST)