તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
મહેસાણા નગરપાલિકામાં સૌથી વધુ 61.71% મતદાન: 908 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
મહેસાણા મનપામાં 53.16 ટકા, જિલ્લા પંચાયતમાં 59.88 ટકા અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 55 ટકા મતદાન થયું

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. જિલ્લાની વિવિધ સ્તરની બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં નગરપાલિકામાં સૌથી વધુ 61.71 ટકા મતદાન નોંધાયું છે. મહેસાણા મનપામાં 53.16 ટકા, જિલ્લા પંચાયતમાં 59.88 ટકા અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 55 ટકા મતદાન થયું છે. કુલ 466 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 908 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય હવે EVM મશીનોમાં કેદ થયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ તમામ મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે, જે હવે 28 એપ્રિલે મતગણતરી માટે ખુલશે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
