<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ગુજરાતમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ :ગરમીનો પારો 44 ડિગ્રીએ આંબ્યો:અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું

અમદાવાદ : રાજ્યમાં સુકા વાતાવરણ અને નીચલા સ્તરે ફુંકાઈ રહેલા પવનને કારણે, તાપમાનનો પારો ફરીથી ઉચકાયો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોધાઈ છે. જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

 હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય સ્તરે રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. 

   આમ છતા સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 43.2 ડિગ્રી નોંધાયો હતો. હાલ ગુજરાત વિસ્તારમાં નીચલા સ્તરે પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. 

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્ય તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજકોટમાં 42.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમરેલીમાં 41.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભાવનગરમાં પણ ગરમીનો પારો 42. 2 ડિગ્રીએ અટક્યો છે. ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં રાત્રીનું તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું.

(10:33 PM IST)