<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

વલસાડમાં લવ જેહાદના મામલે હિન્દૂ સંગઠનનો વિરોધ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવા અને દેશભરમાં તેનું કડક અમલીકરણ કરવાની માંગ

વલસાડ જિલ્લામાં 'લવ જેહાદ'ના કથિત કિસ્સાઓ અને હિન્દુ યુવતીઓને નિશાન બનાવવાની ઘટનાઓના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. 

તાજેતરમાં વલસાડના ધરમપુરમાં એક સગીરાને વિધર્મી યુવક ભગાડી જતા ભારે રોષ ફેલાયો હતો, ત્યારબાદ હિન્દુ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવા અને દેશભરમાં તેનું કડક અમલીકરણ કરવાની માંગ કરવામાં આવી છે.

સંગઠનોનો આરોપ છે કે વિધર્મી યુવકો હિન્દુ નામ ધારણ કરીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવે છે, મંદિરમાં લગ્ન કરે છે અને બાદમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરી હત્યા સુધીનું કાવતરું ઘડે છે

જો આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે રાષ્ટ્રીય વ્યાપી આંદોલનની ચીમકી આપી છે

 

(9:44 PM IST)