News of Monday, 27th July 2026
ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરતું આવેદન હિન્દુ સંગઠનો દ્વારા નર્મદા કલેક્ટરને આપવામાં આવ્યું
સરકાર દ્વારા સમાજ સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો હોય એવું હિન્દુ સંગઠનો માની રહ્યા છે, સમગ્ર ભારતમાં તેજ ગતિથી ગૌધનનું કતલ થઈ રહ્યું છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:હિન્દુ સંગઠનો દ્વારા નર્મદા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું જેમા જણાવ્યા મુજબ ગૌરક્ષા સમગ્ર દેશમાં વિશાળ સમાજને ભરોસો અને વિશ્વાસ હતો કે અમારી સરકાર ગૌ સંસ્કૃતિનું રક્ષણ કરશે જે હેતુ છે સમાજના આશીર્વાદથી સરકારનું અસ્તિત્વ છે, પરંતુ સરકાર દ્વારા સમાજ સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો હોય એવું હિન્દુ સંગઠનો માની રહ્યા છે સમગ્ર ભારતમાં તેજ ગતિથી ગૌધનનું કતલ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભારતના હિન્દુઓ હિન્દુ સંગઠનો ખૂબ જ નારાજ છે ધર્મ સુરક્ષિત નથી રહ્યો સમાજ સુરક્ષિત નથી રહ્યો ગૌ સંસ્કૃતિ સુરક્ષિત નથી રહી જે ખૂબ જ દુઃખની વાત છે ત્યારે સરકાર પોતાનું નૈતિક કર્તવ્ય નિભાવવામાં સદંતર નિષ્ફળ રહી હોય તેવું હિંદુ સંગઠનો માની રહ્યા છે વારંવાર ગૌરક્ષા માટે અનેક આંદોલનો થયા છે સરકાર ગૌરક્ષા માટે બની હતી પરંતુ આજે ગૌ સંસ્કૃતિને બચાવવા માટે સાધુ સંતો હિન્દુ સંગઠનો સમગ્ર ભારતમાં બુલંદ માંગ કરી રહ્યા છે કે ગૌરક્ષા કાયદો બનાવવામાં આવે
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
