તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Saturday, 17th October 2026
હીરામણિ શાળાની ટીમની જમાવટઃ મણિકાકા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં
શ્રી મણિકાકા અંડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં પ્રવેશેલ હીરામણિ સ્કૂલના ખેલાડીઓની ટીમની તસ્વીર

રાજકોટ, તા.૧૭: વળંદાવન ફાર્મ, જાસપુર ખાતે યોજાયેલી શ્રી મણિકાકા અન્ડર-૧૪ (મલ્ટી-ડ)સ્કૂલ ટૂર્નામેન્ટમાં અમદાવાદ હિરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. શારદા મંદિર વિનય મંદિર સસ્કૂલે પ્રથમ ઈનિંગ્લામાં ૪૩.૪ ઓવરમાં ૧૦ વિક્રેટે ૯૬ કર્યા હતાં. જેમાં જ્ઞાન પટેલે ૧૫ ઓવરમાં ૪ વિકેટ, વિદ્યાન ચૌધરીએ ૧૧ ઓવરમાં ૪ વિકેટ અને આદિત્ય રાજગોરે ૬.૪ ઓવરમાં ૨ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે પ્રથમ ઈનિંગ્સમાં ૬૩.૩ ઓવરમાં ૧૦ વિકેટે ૯૦ રન કર્યા હતા. જેમાં જૈનમ વછેટાએ ૯૬ બોલમાં ૧૬ રન નોટઆઉટ કર્યા હતાં. શારદા મંદિર વિનય મંદિર સ્કૂલે બીજી ઈનિંગ્સમાં ૩૨.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૪૪ રન કર્યા હતા. જેમાં જ્ઞાન પટેલે ૨ ઓવરમાં ૪ વિકેટ, વિયાન અગ્રવાલે ૮ ઓવરમાં ૩ વિકેટ, આદિત્ય રાજગોરે ૩.૫ ઓવરમાં ૨ વિકેટ અને જૈ પટેલે ૮ ઓવરમાં ૧ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે બીજી ઈનિંગ્સમાં ૨૨.૧ ઓવરમાં ૨ વિક્રેટે ૫૧ રન કર્યા હતાં. જેમાં રિશી પટેલે ૬૩ બોલમાં ૧૮૯ રન નોટઆઉટ અને જૈનમ વછેટાએ ૩૫ બોલમાં૧૭ રન નોટઆઉટ કર્યા હતાં.આમ હીરામણિ સ્કૂલે ૮ વિકેટથી વિજય પ્રાપ્ત કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેમને સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન અને સી.ઇ.ઓ. શ્રી ભાગવત અમીને શુભેચ્છા પાઠવી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
