તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ઉમરેઠમાં હિટ એન્ડ રન: ભાલેજ-ડાકોર રોડ પર રાહદારીનું ઘટના સ્થળે જ મોત
અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક ગાડી સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો

આણંદ જિલ્લાના ઉમરેઠમાં ભાલેજ-ડાકોર રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ રાહદારીને કોઈ અજાણ્યા વાહનના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક ગાડી સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતા ભાલેજ પોલીસે ગુનો નોંધી, ફરાર વાહનચાલક અને વાહનની ઓળખ મેળવવા માટે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
