News of Tuesday, 26th May 2026
અમદાવાદ મનપામાં નવા મેયર તરીકે હિતેશભાઈ બારોટ અને ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની વરણી
દંડક તરીકે અતુલભાઈ મિશ્રાની પસંદગી: પક્ષના નેતા તરીકે જશુભાઈ ઠાકોરને જવાબદારી :બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર

અમદાવાદ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. હિતેશ બારોટને અમદાવાદના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે અંજુબેન શાહને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે અતુલ મિશ્રાની પસંદગી કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરને જવાબદારી આપવામાં આવી છે. આ સાથે મેયર સહિતના તમામ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેના કારણે અમદાવાદ મનપાની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે.
પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હીતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં હતું. ગત ટર્મમા મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા. આ કારણથી આ વખતે ફરીથી મેયર પદે મધ્યઝોનના કોર્પોરેટરની પસંદગી થવાની શકયતા નહીવત્ હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
