તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રાજ્યના 12થી વધુ જિલ્લાઓમાં તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે સજ્જ

અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રાજ્યના 12થી વધુ જિલ્લાઓમાં આવતીકાલે પણ તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને વલસાડ જેવા મુખ્ય શહેરો ઉપરાંત તાપી, આણંદ, છોટાઉદેપુર, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ પંથકમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
