<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સુરત વલસાડ અને નવસારી બાદ દમણની તમામ શાળાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તમામ સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ તેમજ સ્વનિર્ભર ખાનગી શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું રહેશે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના સક્રિય બનેલા રૌદ્ર સ્વરૂપ અને હવામાન વિભાગની અતિભારે વરસાદની ગંભીર ચેતવણીને પગલે વિદ્યાર્થીઓના હિતમાં મોટો વહીવટી નિર્ણય લેવાયો છે. સત્તાવાર અહેવાલો અનુસાર, સુરત , વલસાડ અને નવસારી જિલ્લા પ્રશાસને સત્તાવાર પરિપત્ર જાહેર કરીને આવતીકાલે તમામ શાળાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.દરમિયાન દમણના તંત્રે પણ આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે 

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી અવિરત પડી રહેલા મૂસળધાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબોળ બન્યા છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન સુરત અને નવસારી જિલ્લામાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આકાશી આફત વચ્ચે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્રની સત્તાવાર જાહેરાત કરાઈ છે, જે વાલીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર છે.

(10:19 PM IST)