તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ડાંગ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર
વાવાઝોડા સાથે અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને વહીવટી તંત્ર સજ્જ

અમદાવાદઃ આવતીકાલે ડાંગ જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા સાથે અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને વહીવટી તંત્ર સજ્જ થયુ છે. આવતી કાલે 31 જુલાઈ 2026ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ. નદી-નાળા, ધોધ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે. જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા પણ તંત્રએ અપીલ કરી છે .
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
