તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
તાપીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શાળા-કોલેજોમાં રજા જાહેર
નીચાણવાળા અને પૂરના જોખમ ધરાવતા વિસ્તારોમાંથી સુરક્ષાના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 1,391 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

તાપી: તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને મેઘરાજાની બેટિંગ વચ્ચે વહીવટી તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડમાં આવી ગયું છે. વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડી આવતીકાલે તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે જ નીચાણવાળા અને પૂરના જોખમ ધરાવતા વિસ્તારોમાંથી સુરક્ષાના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 1,391 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
