News of Friday, 1st May 2026
રાજપીપલા કમલમ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા વિજેતા થયેલ તમામ ઉમેદવારોનું સન્માન કરાયું
દરેક કાર્યકર્તા પોતાના વિસ્તારના નાના મોટા દરેક વિકાસના કાર્યો કરીને તાલુકા જિલ્લાને પ્રગતિના પથ પર આગળ વધારવા માટે આહવાન

(ભરત શાહ દ્વારા )નર્મદા :હાલ નર્મદા જિલ્લામાં રાજપીપળા નગર પાલિકા, જિલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.આ પરિણામ દરમિયાન તિલકવાડા તાલુકામાં તાલુકા પંચાયત ની 16 માંથી 13 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે અને જિલ્લા પંચાયતની ત્રણે ત્રણ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નો ભવ્ય વિજય થયો છે, આ પરિણામ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
આ તમામ વિજેતા થયેલા ઉમેદવારો માટે રાજપીપલા કમલમ કાર્યાલય ખાતે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવે વિજય થયેલા દરેક કાર્યકર્તાઓને ફુલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા. અને દરેક કાર્યકર્તા પોતાના વિસ્તારના નાના મોટા દરેક વિકાસના કાર્યો કરીને તાલુકા જિલ્લાને પ્રગતિના પથ પર આગળ વધારવા માટે આહવાન કર્યું હતું
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
