<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

સુરતના ઉધનામાં બેફામ કાર ચાલકે 7 થી 8 ગાડીઓને અડફેટે લેતા ભયાનક અકસ્માત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

બેફામ કાર ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં માર્ગ પર પાર્ક કરેલી તથા પસાર થતી 7 થી 8 ગાડીઓને એકપછી એક અડફેટે લીધી

સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને બેફામ વાહન હંકારવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં આજે એક રફ્તારના કહેરની ગંભીર ઘટના સામે આવી છે. ઉધના ખાતે એક બેફામ કાર ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં માર્ગ પર પાર્ક કરેલી તથા પસાર થતી 7 થી 8 ગાડીઓને એકપછી એક અડફેટે લીધી હતી.

 

આ ભયાનક અકસ્માતમાં 1 કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર અથડાવાના જોરદાર અવાજો આવતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિકોએ ભેગા થઈને ઈજાગ્રસ્ત કાર ચાલકને કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અકસ્માતને પગલે માર્ગ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ થાળે પાડીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

(7:35 PM IST)