<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

વડોદરાના વોર્ડ નંબર 5માં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ: ઉગ્ર આંદોલનની ચીમકી

સિદ્ધેશ્વર હેરીટેજના રહીશોએ કાઉન્સિલર મનોજ શાહ અને સંબંધિત અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવી ઘેરાવો કર્યો

વડોદરા: વડોદરામાં ભર ચોમાસે પાણીની સમસ્યા ઉભી થઇ છે ના વોર્ડ નંબર 5માં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સિદ્ધેશ્વર હેરીટેજના રહીશોએ કાઉન્સિલર મનોજ શાહ અને સંબંધિત અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવી ઘેરાવો કર્યો હતો. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસે હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડ્યો હતો.

(8:43 PM IST)