તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિસ્તારમાં મુસાફરોનો ભારે હોબાળો :ગોંડલ જતી બસના ડ્રાઈવર પર નશાની હાલતમાં હોવાનો ગંભીર આરોપ
ડ્રાઈવરે બિયર પીધું હોવાની પણ મુસાફરો સમક્ષ કબૂલાત કરી:મુસાફરોએ બસને પાવી-જેતપુર પાસે અટકાવીને વિરોધ નોંધાવ્યો: મુસાફરોએ ડ્રાઈવરને કાબૂમાં લઈ પોલીસને સોંપ્યો

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિસ્તારમાં મુસાફરો દ્વારા ભારે હોબાળો સર્જાયો હતો. ગોંડલ જતી બસના ડ્રાઈવર પર નશાની હાલતમાં વાહન ચલાવવાનો ગંભીર આરોપ મુસાફરોએ લગાવ્યો હતો. મુસાફરોના જણાવ્યા મુજબ ડ્રાઈવરે બિયર પીધું હોવાની પણ મુસાફરો સમક્ષ કબૂલાત કરી હતી.
આ ઘટના બાદ મુસાફરોએ બસને પાવી-જેતપુર પાસે અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો અને હોબાળો કર્યો હતો. સ્થિતિ ગંભીર બનતા મુસાફરોએ ડ્રાઈવરને કાબૂમાં લઈ પોલીસને સોંપ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા સર્જાઈ છે અને પરિવહન વિભાગની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
