તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
ડાંગના ગારખડી ગામના સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત થતા ભારે રોષ :આરોપીને જલ્દી શોધી કાઢી કડક સજાની માંગ
હિન્દૂ સંગઠન દ્વારા ગારખડી ગામના હનુમાન મંદિર ખાતે એક સંમેલન યોજાયું :સંમેલનમાં સાધુ સંતો અને આગેવાનોએ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા

ડાંગ જિલ્લાના ગારખડી ગામના સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના હજુ શાંત થઈ નથી, હિન્દૂ સાધુ સંતો અને આગેવાનો ભેગા મળી આરોપીને જલ્દીથી શોધી કાઢી કડક સજા થાય એની માંગ કરી હતી.
ગારખડી ગામના સીતાવન ખાતે અજાણ્યા ઈસમ દ્વારા ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરાતા હિન્દૂ સંગઠન દ્વારા ગારખડી ગામના હનુમાન મંદિર ખાતે એક સંમેલન રાખવામાં આવ્યું હતું, સંમેલનમાં સાધુ સંતો અને આગેવાનો એ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ડાંગના રાજાએ જણાવ્યું હતું કે અમારા પૂર્વજો હળી મળીને રહેતા હતા આજે આવું કેમ થાય એ ખબર નથી, રાજાએ એવું પણ જણાવ્યું હતું કે તેમને સ્થાનિક પોલીસ અને હર્ષ સંઘવી ઉપર વિષ્વાસ છે કે આરોપી પકડાઈ જશે. સાથે ડાંગમાં 311 હનુમાન મંદિર નો સંકલ્પ કરનારા પીપીસ્વામીએ પણ શાંતિ પૂર્વક વિરોધ નોંધાવવાની વાત કરી હતી.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
