<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

અમદાવાદના સાંતેજ પાસે રાંચરડા મંડળી ગરબામાં ભારે બબાલ: બાઉન્સરોએ હાથમાં ડંડા લઈને ખેલૈયાઓને માર્યા

મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બાઉન્સરોએ હાથમાં ડંડા લઈને ખેલૈયાઓને માર્યા: આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગુજરાતના સાંસ્કૃતિક પર્વ નવરાત્રિની આખરી રાત્રિઓમાં અમદાવાદ નજીક આવેલા એક જાણીતા ગરબા મહોત્સવમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી છે. અમદાવાદના સાંતેજ પાસે રાંચરડા મંડળી ગરબામાં  પ્રવેશના સામાન્ય મુદ્દે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.

 

પ્રાથમિક વિગતો અનુસાર, મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓ અથવા ગ્રાઉન્ડમાં પ્રવેશવા ઈચ્છતા લોકો અને ગેટ પર તૈનાત ખાનગી સિક્યુરિટી એજન્સીના જવાનો વચ્ચે એન્ટ્રી મેળવવા બાબતે ઉગ્ર ઘર્ષણ થયું હતું.પ્રારંભિક વિગતો અનુસાર, મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓ અથવા ગ્રાઉન્ડમાં પ્રવેશવા ઈચ્છતા લોકો અને ગેટ પર તૈનાત ખાનગી સિક્યુરિટી એજન્સીના જવાનો વચ્ચે એન્ટ્રી મેળવવા બાબતે ઉગ્ર ઘર્ષણ થયું હતું.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ખૌફનાક વીડિયો ફૂટેજમાં ગરબા ગ્રાઉન્ડની બહાર સિક્યુરિટી સ્ટાફના માણસના હાથમાં ખુલ્લી તલવાર પણ જોવા મળે છે આ વીડિયોમાં સિક્યુરિટી ગાર્ડ ડંડા લહેરાવીને ખેલૈયાઓને રસ્તા પર દોડાવી-દોડાવીને મારતા જોવા મળે છે. સાંસ્કૃતિક ઉત્સવમાં આ પ્રકારે હથિયારો ઉછળતા ત્યાં હાજર પરિવારોમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો.

 

 

પ્રાથમિક વિગતો મુજબ, મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓ અને ગેટ પર તૈનાત ખાનગી સિક્યુરિટી એજન્સીના જવાનો વચ્ચે એન્ટ્રી મેળવવા બાબતે ઉગ્ર ઘર્ષણ થયું હતું. સામે આવેલા નવા વીડિયો ફૂટેજમાં કેટલાક શખ્સો દોડીને ગરબામાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હોવાનું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

આ સમગ્ર વિવાદ અંગે આયોજકોએ પક્ષ રજૂ કરતા દાવો કર્યો છે કે, કેટલાક અસામાજિક તત્વો બળજબરીથી ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ગ્રાઉન્ડમાં લૂંટ ચલાવવાનો તેમનો ઈરાદો હતો. આ ઘર્ષણ દરમિયાન પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે સિક્યુરિટીના માણસો અને બાઉન્સરો ઉગ્ર બની ગયા હતા.

આ હિંસક મારામારીની જાણ થતાં જ સાંતેજ પોલીસ તેમજ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી અને રાત્રે જ ઘટનાસ્થળે દોડી જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટનાએ મંડળી ગરબાના આયોજકોની વ્યવસ્થા અને સુરક્ષાના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ વાયરલ વીડિયો અને બંને પક્ષોના દાવાઓની સત્યતા ચકાસીને કાયદેસરની તપાસ અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે.

 

(11:58 AM IST)