News of Friday, 27th November 2026
અમદાવાદ મનપાની સામાન્ય સભામાં શહેરની સ્વચ્છતાના મુદ્દે ભારે હોબાળો:કોંગ્રેસ અને સત્તાપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી
કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે શહેરમાં દરરોજ ગંદકી અંગેની 200 જેટલી ફરિયાદો આવે છે. બીજી તરફ, પબ્લિસિટી પાછળ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરતું હોવાનો આરોપ લગાવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં શહેરની સ્વચ્છતાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ 22 વોર્ડમાં ગંદકીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે શહેરમાં દરરોજ ગંદકી અંગેની 200 જેટલી ફરિયાદો આવે છે. બીજી તરફ, પબ્લિસિટી પાછળ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરતું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. AMCના સત્તાધીશો એવોર્ડના નામે જનતાને છેતરી રહ્યા હોવાની રજૂઆત કરતાં સત્તાપક્ષના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે સામાન્ય સભામાં કોંગ્રેસ અને સત્તાપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
