<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સુરત જિલ્લા પોલીસની માનવતા: માંગરોળ અને ઓલપાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ફૂડ પેકેટ વિતરણ કરાયું

પોલીસની આ માનવતાવાદી પહેલથી પ્રભાવિત થઈને સ્થાનિક લોકોએ ખુબ પ્રશંસા કરી: મુશ્કેલ સમયમાં મદદરૂપ બનવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો

સુરત જિલ્લાના માંગરોળ અને ઓલપાડ તાલુકાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા માનવતા ભરી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. માંગરોળના રણકપુર, અસરમાં અને લીંબડા ગામ તેમજ પાલોદ અને મોટી નરોલી વિસ્તારમાં મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટનું વિતરણ કરી મોટી સંખ્યામાં લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસની આ માનવતાવાદી પહેલથી પ્રભાવિત થઈને સ્થાનિક લોકોએ ખુબ પ્રશંસા કરી હતી અને આ મુશ્કેલ સમયમાં મદદરૂપ બનવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

(7:49 PM IST)