તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
પત્નીની હત્યા કરી લાશ પીપડામાં સંતાડીઃ પતિ ર૪ વર્ષે ઝડપાયો
સુરત ક્રાઇમ બ્રાંચે હત્યારા પતિને અમરેલીના રાજુલાથી દબોચ્યો : પહેલાં પતિ સાથેના આડા સંબંધોથી ક્રોધિત પતિએ પત્નીનું ગળું દબાવી દીધું

સુરત તા.૨૫: અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં વર્ષ ૨૦૦૨માં બનેલા ચક્ચારી કેસમાં ૨૪ વર્ષથી નાસતા-ફરતા આરોપી પતિને સુરત રાહેર ક્રાઈમ પાંચે અમરેલીના રાજુલાથી ઝડપી પાડયો હતો. પત્નીની કરપીણ હત્યા કરી લાશને પીપડામાં પૂરી ઘરને તાળું મારી બે બાળકો સાથે ફરાર થઈ ગયેલા હત્યારા પતિની ધરપકડ સાથે ૪ ૨૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો ઉકેલ આવ્યો હતો.
૧૪ નવેમ્બર ૨૦૦૨ના રોજ અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં રહેતા શેખર ઉકે ચંદ્રશેખર સમીભાઈ પાડવે તેની પત્ની પ્રતિભા (ઉં.૧.૩૨)ની ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હતી. પતિભા અને શેખર બંનેના આ બીજી લગ્ન હતા. પ્રથમ પતિ સંજય થકી ૧ દીકરો લલ્લન હતો. સંજય સાથે છૂટાછેડા થઈ બાદ તેણી તેની સાથે સંબંધો રાખતી હતી, જે રશેખરને પસંદ ન હતું. ઘટનાના દિવસે રસોઈ બનાવતી વેળા પ્રથમ પતિ સંજય સાથેના આઠ સંબંધો ભાબતે બોલાચાલી થતાં કોઈ ભરાયેલા શેખરે પતિભાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ શેખરે પત્નીની લાશને પરમાં રાખેલા પઊપડામાં સંતાડી દીધી હતી અને પીપડાને તથા થરને તાળું મારી દીધું હતું. ચારેક દિવસ બાદ ઘરમાંથી દુર્ગંધ આવતાં પડોશી શાંતારામ પાટીલે પોલીસને જાણ કરી હતી, જે બાદ
પોલીસે તાળું તોડી તપાસ કરતા પીપડામાંથી પ્રતિભાની સડી ગયેલી લાશ મળી આવી હતી. જે અંગે અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
રાત ઘરમાં વિતાવીઃ ૨ બાળકો સાથે બિહાર ભાગ્યો
ખૂની ખેલ ખેલી આખી રાત ઘરમાં રોકાયા બાદ વહેલી સવારે તે પોતાના ૩ વર્ષના પુત્ર લલ્લન અને ૬ મહિનાના પુત્ર રાકેશને લઈ હાવડા ટ્રેન પકડી અમદાવાદથી વતન બિહારના પટના ભાગી ગયો હતો. ક્રાઇમ બ્રાચે ૫૮ વષર્ષીય શેખરની ધરપકડ બાદ કરેલી પુછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા હતા.
૧૫ શહેરો બદલ્યા, ત્રીજા લગ્ન પણ કર્યા
બિહાર ભાગી ગયા બાદ તેણે ૨૦૧૦માં ત્રીજા લગ્ન કર્યા હતા, જેનાથી તેને ચાર બાળકો છે. પોલીસથી બચવા તે કોલકાતા, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, ઇન્દોર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિવિધ રાજ્યોના ૧૫થી વધુ શહેરોમાં ભાગ્યો હતો. જ્યાં તે વેલ્ડિંગ અને મજુરી કામ કરતો હતો.
પખવાડિયા પહેલાં જ રાજુલા આવતા ફસાયો
સુરત ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિજય ભરવાડ છેલ્લા ૮ વર્ષથી આ કેસ પાછળ સતત વર્કઆઉટ કરી રહ્યા હતા. વર્ષ ૨૦૧૯-૨૦માં તેઓ અમદાવાદ કાઇમ બ્રાંચમાં PSI તરીકે ફરજ બજાવતા હતા ત્યારથી આરોપીને પકડવાના પ્રયાસો કરતા હતા. અન્યત્ર બદલી થવા છતાં તેમણે તપાસ ચાલુ રાખી હતી. ૩ વખત બિહાર પણ તપાસ કરી આવ્યા હતા. ચોક્કસ બાતમી મળતાં આખરે શેખરને રાજુલા નજીક હિડોળા ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો. પખવાડિયા પહેલાં જ તે રાજુલા આવ્યો હતો અને ફસાયો હતો.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
