તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
પતિ શરીર સંબંધ નથી બાંધી શકતો : ક્રૂરતાપૂર્વક અકુદરતી સંબંધ બાંધી વિકૃત આનંદ લે છે
અમદાવાદનાં મહિલા PIની ફરિયાદઃ લગ્નના બીજા જ દિવસથી જ ત્રાસઃ પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને તે રોજ દારૂ પીને આવતો હતો પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ઘરના તમામ ખર્ચા અને આર્થિક જવાબદારીઓ પણ મહિલા ઇન્સ્પેક્ટર પોતે જ ઉપાડતાં હતાં

અમદાવાદઃતા.૨૪: કાયદાનું રક્ષણ કરનાર પોલીસ વિભાગના એક જવાબદાર અધિકારી પણ જ્યારે ઘરેલુ હિસા અને દહેજ ઉત્પીડનનો ભોગ બને, ત્યારે સમાજ માટે આ ઘટના એક લાલબત્તી સમાન સાબિત થાય છે. શહેરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદનાં મહિલા PIએ પતિ શરીર સંબંધ નથી બાંધી શકતો અને ક્રૂરતાપૂર્વક અકુદરતી સંબંધ બાંધી વિકૃત આનંદ લે છે તેવી ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગના એક ખાતામાં છેલ્લા આઠેક વર્ષથી ફરજ બજાવતા મહિલા PI સાથે લગ્નના બીજા જ દિવસથી દહેજ બાબતે માનસિક-શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ભોગ બનનાર મહિલા ઇન્સ્પેક્ટરે પતિ, સાસુ, સસરા અને નણંદ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા PIએ વર્ષ ૨૦૨૩માં લગ્ન કર્યા હતા. લગ્નના બીજા જ દિવસથી સાસરિયાંઓએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. પતિ, સાસુ, સસરા તેમજ નણંદ દ્વારા ઓછું દહેજ લાવ્યા બાબતે સતત મહેણાં-ટોણાં મારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
ફરિયાદમાં કરાયેલા સણસણતા આક્ષેપ મુજબ, મહિલા ઇન્સ્પેક્ટરનો પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને તે રોજ દારૂ પીને આવતો હતો. આ ઉપરાંત, તે શારીરિક સંબંધ બાંધવામાં અસમર્થ હોવા છતાં અકુદરતી સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને સંબંધ બાંધવામાં નિષ્ફળ જતાં ક્રૂરતાપૂર્વક મારપીટ કરતો હતો. એક તરફ સાસરિયાંઓનો દહેજ માટે ત્રાસ અને બીજી તરફ નશાખોર પતિ દ્વારા થતી આ પ્રકારની ક્રૂરતાના કારણે મહિલા PI ગંભીર માનસિક યાતના ભોગવી રહ્યાં હતાં.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ઘરના તમામ ખર્ચા અને આર્થિક જવાબદારીઓ પણ મહિલા ઇન્સ્પેક્ટર પોતે જ ઉપાડતાં હતાં. તેઓ નોકરી કરતા હોવાથી રસોઈકામ માટે એક બહેનને રાખવામાં આવ્યા હતા. જોકે, આ બાબત સાસુને પસંદ ન હોવાથી તેમણે તે બહેનને કાઢી મૂકવા માટે સતત ઝઘડા કર્યા હતા. આટલું જ નહીં, મહિલા ભ્ત્ની ગેરહાજરીમાં સાસુ તેમની તિજોરી ખોલીને સામાન અસ્તવ્યસ્ત કરી નાખતી હતી. પતિએ પોતાની વીમા પોલિસીમાં પિતાનું નામ લખાવવા બાબતે પણ ઉગ્ર વિવાદ ઊભો કર્યો હતો.
પીડિતાની નણંદ બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હોવાથી, તે મહિલા ભ્ત્ની જાણ બહાર તેમના બેંક ખાતાની ગુપ્ત વિગતો તપાસતી રહેતી હતી. બીજી તરફ, પતિ દ્વારા વારંવાર નોકરી છોડી દેવા માટે દબાણ કરવામાં આવતું હતું. એક તબક્કે પતિએ મહિલા ભ્ત્ પાસે રૂ. ૭ લાખની માંગણી કરી હતી અને રૂપિયા ન આપે તો છૂટાછેડા આપી દેવાની ધમકીઓ આપી હતી.
સાસરિયાના સિતમથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા બાદ મહિલા PIએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
