હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પરિણીતાને ઓસ્ટ્રેલિયામાં દારૂ પીવડાવી પતિએ નગ્ન ફોટા પાડયા
છૂટાછેડા માટે સંબંધીને મોકલી વાયરલ કર્યા...૩૨ વર્ષીય પરિણીતાએ ઓસ્ટ્રેલિયા રહેતા તેના પતિ અને સાસરિયાં સામે શારીરિક-માનસિક ત્રાસ, નગ્ન ફોટા વાયરલ કરવા તેમજ છેડતીના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતાં ચકચાર

વડોદરા,તા.૩૧: ૩૨ વર્ષીય પરિણીતાએ ઑસ્ટ્રેલિયા રહેતા તેના પતિ અને સાસરિયાં સામે શારીરિક-માનસિક ત્રાસ, નગ્ન ફોટા વાયરલ કરવા તેમજ છેડતીના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી.
ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૧૭માં પરિણીતાના લગ્ન નિગમ જીતેન્દ્રકુમાર પટેલ સાથે થયા હતા. શરૂઆતમાં સુરતના કામરેજ ખાતે રહ્યા બાદ દંપતી ઑસ્ટ્રેલિયા સ્થાયી થયું હતું. પરિણીતાનો આક્ષેપ છે કે ઑસ્ટ્રેલિયામાં પતિ તેને જબરદસ્તી દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધતો હતો અને તેના નગ્ન ફોટા-વીડિયો ઉતારી લીધા હતા. આ ઉપરાંત પતિના સગા સચીન પટેલ દ્વારા છેડતી કરવામાં આવતી હોવા છતાં સાસુ અને પતિએ કોઈ મદદ કરી નહોતી, જ્યારે સસરા દ્વારા પણ અવારનવાર છેડતી કરવામાં આવતી હતી.
પતિ ક્રિકેટ સટ્ટાબાજીની લતમાં એક લાખ ઑસ્ટ્રેલિયન ડોલરનું દેવું કરી બેઠો હતો, જે પરિણીતાએ ચૂકવ્યું હતું. પતિ અવારનવાર દારૂ પીને મારઝૂડ કરી હેર સ્ટ્રેટનર અને ઘડિયાળ વડે હુમલો કરી ઈજા પહોંચાડતો હતો. ત્રાસ અસહ્ય બનતાં ફેબ્રુઆરી ૨૦૨૪માં તે વડોદરા પિયર આવી ગઈ હતી. દરમિયાન, પતિએ છૂટાછેડા મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.
જુલાઈ ૨૦૨૬માં દબાણ ઊભું કરવાના ઈરાદે પતિએ પરિણીતાના પિતાના વ્હોટ્સએપ પર તેના નગ્ન ફોટા મોકલી ધમકી આપી હતી. એટલું જ નહીં, પરિણીતાની બહેન અને ઑસ્ટ્રેલિયામાં રહેતા પરિચિતોને પણ ઈન્સ્ટાગ્રામ મારફતે આ ફોટા મોકલી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
