તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
બાળકનાં નવા કપડાંને મુદ્દે પતિએ બબ્બે વખત ટ્રિપલ તલાક આપ્યા

સુરત,તા.૧૮: બાળકનાં નવા કપડાં અપાવવાના મુદ્દે દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં પિતાની ઉશ્કેરણીથી યુવકે પત્નીને ઉપરા છાપરી છ વખત તલાક બોલી છૂટાછેડા આપી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. નવ મહિનાથી પિતાને ત્યાં રહેતી મસીરાબાનુએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના પ્રથમ પતિનું ૨૦૨૧માં અવસાન થતાં બેગમપુરા, યાસીન પાર્કમાં રહેતા ફારૂક મો.હનીફ શેખ સાથે માર્ચ-૨૩માં બીજાં લગ્ન કર્યા હતા. ફારૂકના પણ પ્રથમ લગ્ન તલાકમાં પરિણમ્યા હોઈ તેના પણ આ બીજાં લગ્ન હતા. પ્રથમ પતિના બંને સંતાનો પણ સાથે લેતી ગઇ હતી. લગ્નનાં દોઢેક વર્ષ બાદ તે ગર્ભવતી બની હતી.
પરંતુ પતિ અને સાસુ-સસરાએ ગર્ભ નહિ રાખવા દબાણ કરવા છતાં મસીરાએ પુત્રને જન્મ આપ્યો હતો. સાસરીમાં આવ્યા બાદ પતિ ફારૂખે નવજાત બાળકને કપડાં લઈ આપતાં ફારૂકના પિતા ઉશ્કેરાયા હતા.
બાળક પાછળ ખોટો ખર્ચો નહિ કરવા અને પત્નીને છૂટાછેડા આપવા દબાણ કર્યું હતું. પિતાની વાત માની છઠ્ઠી સપ્ટેમ્બર-૨૫એ પત્નીના મામા-મામીને ઘરે તેડાવ્યા હતા અને તેમની હાજરીમાં જ તલાક! તલાક! તલાક! કહ્યું હતું. થોડીક મિનિટ બાદ તમે શું કરી લેશો તેમ કહી ફરી ત્રણ વખત તલાક! તલાક! તલાક! બોલી દેતાં યુવતી ડથાઈ ગઈ હતી. બે વખત તલાક આપી દેતાં યુવતી પિયર જતી રહી હતી અને નવ મહિના બાદ પતિ તથા છૂટાછેડા આપવા માટે પુત્રને ઉશ્કેરનાર સસરા અને સાસુ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
